Business :
જો તમે શેરબજાર (Stock Market) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. આપને જણાવી દઈએ કે પારેખ ગ્રુપ (Parekh Group) ની કેમિકલનું બિઝનેસ કરતી કંપની વિનાઈલ કેમિકલ્સ (Vinyl Chemicals) એ દેશના રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે.
173 ટકા થયુ મજબૂત
આ કેમિકલ કંપનીના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 173 ટકાથી વધુ મજબૂત થયા છે. જણાવી દઈએ કે રોકાણકારોના રૂપિયા બમણાથી વધુ થઈ ગયા છે. પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ (Pidilite Industries) દ્વારા રોકાણ કરાયેલી આ કંપનીના શેરમાં એક મહિનામાં લગભગ 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
બજાર પર યુદ્ધની અસર
આ વર્ષે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને સેન્ટ્રલ બેંકોની કડક નાણાકીય નીતિઓને કારણે બજારમાં ભારે ઉથલપાથલનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે 2022માં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં સ્થાનિક માર્કેટમાં લગભગ સાડા ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તે જ સમયે કેટલાક શેરોએ રોકાણકારોના રૂપિયા બમણા કરતા પણ વધુ કરી દીધા છે.
10 વર્ષમાં 63 ગણુ રોકાણ વધ્યું
લગભગ 10 વર્ષ પહેલા વિનાઈલ કેમિકલ્સના શેર BSE પર 10.34 રૂપિયાના ભાવે હતા. તેનો એક શેર 30 સપ્ટેમ્બરે 649.65 રૂપિયાના ભાવે ચાલી રહ્યો ગતો, એટલે કે માત્ર 10 વર્ષમાં રોકાણકારોના રૂપિયા લગભગ 63 ગણા વધી ગયા છે. જો તે સમયે રોકાણકારે વિનાઇલ કેમિકલ્સમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 63 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો હોત. તેનું માર્કેટ કેપ 1,191.27 રૂપિયા કરોડ છે.
આ પણ વાંચો… વડોદરામાં ગેસ સિલિન્ડર ફાટતાં વિસ્તારમાં ચકચાર
શું છે કંપની
આપને જણાવી દઈએ કે વિનાઈલ કેમિકલ્સ કંપની પારેખ ગ્રુપની છે. જૂન 2022 ક્વાર્ટર માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પ્રમોટર તરીકે પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ પાસે તેમાં 40.64 ટકા હિસ્સો છે. અગાઉ વિનાઇલ એસીટેટ મોનોમરનું ઉત્પાદન કરતી હતી પરંતુ હવે તે તેને વિદેશથી આયાત કરે છે અને ભારતમાં વેપાર કરે છે.
BSE પર ત્રિમાસિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત કંપની માટે સારી રહી નથી. કંપનીનો ચોખ્ખો નફો એપ્રિલ-જૂન 2022માં ત્રિમાસિક ધોરણે 1.45 કરોડ રૂપિયાથી ઘટીને 1.09 કરોડ રૂપિયા થયો છે.
1 comment
[…] […]