Business :
Small Business Idea:
પ્રદૂષણના કારણે બગડતી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ નફાકારક વ્યવસાય કરવા માંગો છો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. તમે ડિસ્પોઝલ પેપર કપનો બિઝનેસ શરૂ કરી શકો છો.
આ દિવસોમાં પેપર કપની ડિમાંડ ઘણી વધારે છે. તમે ઓછા ખર્ચે આ બિઝનેસ શરૂ કરી શકો છો અને વધુ નફો કમાઈ શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર મુદ્રા સ્કીમ હેઠળ પણ તમને મદદ કરી રહી છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત બિઝનેસ વિશે.
સરકાર આપે છે સબ્સિડી
નોંધનીય છે કે કેન્દ્ર સરકારની મુદ્રા લોન પણ આ બિઝનેસમાં મદદ કરે છે. મુદ્રા લોન હેઠળ સરકાર વ્યાજ પર સબસિડી આપે છે. આ યોજના હેઠળ તમારે તમારા કુલ પ્રોજેક્ટ કોસ્ટના 25 ટકા રોકાણ તમારે પોતે કરવું પડશે. સરકાર મુદ્રા યોજના હેઠળ 75 ટકા લોન આપશે.लोन सरकार देगी.
કઈ વસ્તુની પડશે જરૂર?
તેના માટે તમારે એક મશીનની જરૂર પડશે, જે ખાસ કરીને દિલ્હી, હૈદરાબાદ, આગ્રા અને અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં મળે છે. આવા પ્રકારની મશીનો તૈયાર કરવાનું કામ એન્જીનિયરિંગનું કામ કરતી કંપનીઓ કરે છે.
હવે વિસ્તારની વાત કરીએ. આ બિઝનેસ કરવા માટે તમારે 500 ચોરસ ફૂટ વિસ્તારની જરૂર પડશે. મશીનરી, ઈક્વિપમેન્ટ અને ફર્નિચર, ડાઈ, ઈલેક્ટ્રિફિકેશન, ઇન્સ્ટોલેશન અને પ્રી-ઓપરેટિવ માટે 10.70 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકાય છે. જો તમે તમારે ત્યાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને પ્રકારના વર્કર રાખો છો, તો તમારા લગભગ 35,000 રૂપિયા મહિને તેના પર ખર્ચ થશે.
આ પણ વાંચો… IIT ગાંધીનગર દ્વારા મહિલા આદિવાસી કલા પ્રદર્શનનું આયોજન
કેટલો આવશે ખર્ચ ?
આ બિઝનેસના ખર્ચ પર નજર કરીએ તો તેના મટિરિયલ પાછળ 3.75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે. તે જ સમયે તેની યૂટિલિટીઝ પર 6000 રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. આ સિવાય અન્ય ખર્ચમાં લગભગ 20,500 રૂપિયા લાગી શકે છે.
કેટલો થશે નફો
જો તમે પણ આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો જાણી લો કે જો તમે વર્ષમાં 300 દિવસ કામ કરો છો તો આટલા દિવસોમાં તમે પેપર કપના 2.20 કરોડ યુનિટ તૈયાર કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે તેને માર્કેટમાં લગભગ 30 પૈસા પ્રતિ કપના હિસાબે ગ્લાસ વેચી શકો છો. આ રીતે તે તમને બમ્પર નફો આપશે.