Ahmedabad :
અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનને અતિ આધુનિક અને હાઈટેક સુવિધાથી સજ્જ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના રેલવેની કાયાપલટ કરવામાં આવશે. ગઈકાલે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ સાથે દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનોને પણ આધુનિક બનાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ તરફથી ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂપિયા 10,000 કરોડ જેટલો લગાવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો… ડુંગળીનું પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે
આ અંગે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટમાં આધુનિક રેલવે સ્ટેશનની તસ્વીર શેર કરી હતી. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ભેટ માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આધુનિક રેલવે સ્ટેશનને કારણે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર રહેશે. નોંધનીય છે કે પીએમ મોદી આજે અને આવતીકાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને આ પ્રવાસમાં અમદાવાદ મેટ્રો ટ્રેન તેમજ વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ભેટ આપી હતી.