30.3 C
Gujarat
November 20, 2024
EL News

સુરતમાં જેલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Share
Surat :

ગુજરાતમાં ઘણા દિવસ સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું. ગુજરાતના પાટનગરમાં આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, પૂર્વ સૈનિકો ઉપરાંત કિસાન સંઘ દ્વારા પણ આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનને લઈને સરકાર દ્વારા ચીમકી આપવામાં આવતા આંદોલન સમેટાઈ ગયું હતું જો કે કેટલાક વિભાગની માંગ સરકારે સ્વીકાર કરી હતી અને જેને કારણે આંદોલન પૂર્ણ થયું હતું.

Measurline Architects
Click Advertisement To Visit

હજુ આ આંદોલનો પડઘો શાંત પડ્યો નથી ત્યારે આજે સુરતમાં વધુ એક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. સુરતના લાજપોર જેલના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ જેલના કર્મચારીઓની કુલ 8 માંગણી છે જેને લઈને તેઓ સરકાર સામે હડતાળ પર ઉતર્યા છે. લાજપર જેલના 200થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓની માંગ પૂર્ણ ન થતા માસ સીએલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવવા માંગ કરી હતી.

આ પણ વાંચો… રાજકોટમાં આવાસનું નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ઈ- લોકાર્પણ

આ કર્મચારીઓએ પોતાની માંગણી જો ન સંતોષાય તો આગળ જતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ગુજરાત સરકારને અનેક વખત રજુઆત કરવા છતાં પણ તેઓની માંગ સ્વીકારવામાં આવી નથી જેને કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર મળ્યા હતા જો કે આજે સવારે આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા જેથી આ હડતાળ સમેટાઈ ગયાના સમાચાર હંબક હોવાનું જાણવા મળ્યું હતું.

આ કર્મચારીઓએ પોતાની માંગણી અંગે પોલીસ મહાનિર્દેશકને વારંવાર રજૂઆત કરી હતી. આ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી પોતાની માંગ ન સંતોષાય ત્યાં આ હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ લાજપર જેલના કર્મચારીઓ જેલ પરિસરની અંદર જ હડતાળ પર ઉતરી ગયા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Vadodara:નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડે.

elnews

અમદાવાદમાં એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ

elnews

સુરત એલ.સી.બી.એ મોબાઈલ ચોરીના બે રીઢા ચોરને દબોચ્યા

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!