Ahmedabad :
અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં આજે તોડફોડની ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થીએ ભાન ભૂલીને પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર પોલીસ ફરીયાદ નોંધાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અર્જુન દેસાઈ નામના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી. અર્જુન દેસાઈ સહીતના અન્ય તેના સાથી મિત્રો દ્વારા હેરાનગતિની ફરીયાદો મળતી હતી મળતી વિગતો અનુસાર આ વિદ્યાર્થી પ્રોફેસરોને હેરાન કરતો હતો અને હેરાન કરવા માટે વિદ્યાર્થીઓના વીડીયો ઉતારતો હતો.
આ પણ વાંચો… ગોધરામાં તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો
આ સમગ્ર મામલે ફરીયાદ મળતી હતી આ ઉપરાંત અંદર ક્લાસ ચાલતો હતો અને બહારથી ક્લાસ બંધ કરી દીધો હતો ત્યારે આ સમગ્ર મામલે પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવતા, ત્યાં ઓફિસમાં તોડ ફોડ કરી હોવાની વિગતો મળી રહી છે. ત્રીજા સેમેસ્ટર અર્જુન દેસાઈ, આકાશ દેસાઈ ઈફેકલ્ટી મેમ્બરને હેરાન કરતા હોવાની વિગતો મળી રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને જોતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કોલેજ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
1 comment
[…] આ પણ વાંચો… અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્ય… […]