Rajkot :
તહેવાર નજીક આવતા ફરી બૂટલેગરોએ માઠું ઉચકવ્યું હોય તેમ પોલીસ દરોડા દરમ્યાન ૫.૨૭ લાખનો દારૂ પકડાયો છે. ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને બે શખ્સોને ઝડપી દારૂનો માલ કબ્જે કર્યો.
મળતી માહિતી અનુસાર રાજકોટના નવા થોરાળા રામનગરમાં રહેતા શબ્બીર ઉર્ફેં બોદુ સતાર ઓડીયા અને ભવાની ચોકના તૌફિક જાવીદ કાસમણી નામના શખ્સો નવા થોરાળા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૫.૨૭ લાખની કિંમતની વિદેશી દારૂની નાની અને મોટી ૩૦૦૦ બોટલ દારૂ સાથે બંનેની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૫૦ હજારની કિંમતની રિક્ષા અને ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે. શબ્બીર ઉર્ફે બોદુ સતાર પીંજારા અને તૌફિક જાવીદ કાસમણીએ વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને ડીલીવરી આપવાની હતી તે અંગેની વિશેષ પૂછપરછ માટે બંને શખ્સોને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.
આ પણ વાંચો… રૉક સોલ્ટ વૉટર: રોજ મીઠું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે
નવરાત્રી પર્વ પહેલા વિદેશી દારૂનો જંગી જથ્થો બંને બુટલેગરોએ મગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે નવરાત્રી પર્વમાં દારૂનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસ બાજ નજર રાખી રહી હોવાથી બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે.
1 comment
[…] આ પણ વાંચો… રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ … […]