Ahmedabad :
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત સમર્થન પ્રાપ્ત થાય તે માટે ગુજરાતમાં ફરી એક વખત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા અમદાવાદ ખાતે આવેલા ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. આ પહેલા ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા આવ્યા હતા.
આજે ગાંધી આશ્રમમાં મનીષ સીસોદીયા દ્વારા ગાંધીજીની પ્રતિમાને નમન કર્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી ત્યાર બાદ ચરખો કાંત્યો હતો અને વિઝિટર બુકમાં પણ નોંધ કરી હતી. ગુજરાતના વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ 182 વિધાનસભાની દરેક બેઠક પર ચૂંટણી લડશે અને તે માટે ગુજરાતમાં પ્રચાર પણ કરી રહી છે. આ અગાઉ પણ મનીષ સીસોદીયા ગુજરાતની ઘણી વખત મુલાકાતે આવી ચુક્યા છે ત્યારે આજે વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સીસોદીયા આજથી ગુજરાતના 10 દિવસના પ્રવાસે છે. આજે મનીષ સીસોદીયા ‘હવે તો બસ પરિવર્તન જોઈએ’ જે માટે પરિવર્તન યાત્રા શરુ કરાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી પ્રચાર તેજ કરી રહી છે. ગુજરાતમ આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય છે અને એક પછી એક અરવિંદ કેજરીવાલ પછી મનીષ સીસોદીયા પણ ગુજરાતમાં એક્ટિવ છે.
આ પણ વાંચો… રાજકોટમાં ઔદ્યોગિક માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો
ગુજરાત વિધાસનસભાની દરેક સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની હોય તે માટે તડામાર તૈયારી કરી રહી છે અને સરકારને પણ વિવિધ મુદ્દે ઘેરી રહી છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આજથી આશ્રમથી શરૂ થશે. આ યાત્રા છ દિવસ સુધી ચાલશે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા ફરશે. આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ યાત્રા કેટલી સફળ રહેશે તે જોવાનું રહેશે જો કે આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક મુદ્દાને આવરીને આ પરિવર્તન યાત્રા કરશે.
1 comment
[…] […]