Latest News :
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે 60 દિવસ બાકીમોદી ચાલુ માસમાં બે દિવસ અને ઓક્ટો.માં 3 સળંગ દિવસ ગુજરાતને ઘમરોળશેરહ્યાં છે. આ વખતે ગુજરાતમાં આપ પાર્ટીની એન્ટ્રી થઇ છે. એક તરફ કોંગ્રેસ તો બીજી તરફ આપના કેજરીવાલ ગુજરાતમાં સક્રિય થયા છે. તો તેમને પહોંચી વળવા ભાજપના રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસો નક્કી તયા છે. ખુદ વડાપ્રધાન ચાલુ માસમાં બે દિવસ અને ઓક્ટોબરમાં સળંગ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવીને ભાજપની સ્થિતિને વધારે મજબૂત કરશે. તેમના ખાસ વિશ્વાસુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 27મીએ તેઓ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે.
આ નવરાત્રીથી ગુજરાતમાં બીજેપી ઝંઝાવત પ્રચાર કરશે. નવરાત્રી શરૂ થતા ભાજપના રાષ્ટ્રીય નેતા પીએમ નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઇ 27મીએ હોમ સ્ટેટ આવી રહ્યાં છે. જ્યારે પીએમ મોદી પાંચ દિવસમાં 12થી વધુ જનસભા સંબોધીને રેવડી કલ્ચર સામે સાવધ રહેવા લોકોને અપીલ કરે તેમ છે.નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે. મળી રહેલા તેમના કાર્યક્રમ પ્રમાણે, વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. આ સાથે તેઓ ઓક્ટોબરના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.
આ પણ વાંચો… નાસ્તામાં આ બીજથી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે
પીએમ મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરુચના પ્રવાસે છે. 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે.પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે બીજા નોરતે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરવાના છે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રીમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પુજા અર્ચના કરે છે. આ વખતે પણ તેઓ પરિવાર સાથે માણસાની મુલાકાત કરશે.