22.6 C
Gujarat
November 25, 2024
EL News

રાજકોટમાં ગેરકાયદે દબાણ પર તંત્ર એક્શનની તૈયારીમાં

Share
Rajkot :

રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન ઉપર ૧૫૦૦થી વધુ દબાણો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હવે જિલ્લા કલેક્ટર તંત્ર ગમે ત્યારે આ દબાણો ઉપર તૂટી પડે તેવી શકયતા સેવાઈ રહી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઘણા સમય પૂર્વે સરકારી જમીન ઉપર થતા દબાણોને ધ્યાને લઈને એક્શન પ્લાન બનાવ્યો હતો. તેઓએ તે સમયે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પોત પોતાના વિસ્તારોમાં સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાયેલા દબાણોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

PANCHI Beauty Studio
Advertisement

પ્રાંત અને મામલતદાર કચેરીની લાંબી કવાયત બાદ તાજેતરમાં આ સર્વે પૂર્ણ થઈ ગયો છે. જેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર તંત્ર ગમે ત્યારે આ દબાણો સામે મેગા ઓપરેશન હાથ ધરી શકે છે. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રિપોર્ટમાં દર્શાવાયું છે કે શહેર અને જિલ્લામાં અંદાજે ૧૫૦૦થી વધુ દબાણો છે. જેમાં સૌથી વધુ દબાણો જેતપુર તાલુકામાં નોંધાયા છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોટડા સાંગાણી તાલુકાના ૪૧ ગામોમાં ૫૦ જેટલા દબાણો છે. જ્યારે લોધિકાના ૩૮ ગામોમાં ૨૭ દબાણ, જામકંડોરણાના ૪૭ ગામોમાં ૨૯ દબાણ, ધોરાજીના ૩૧ ગામોમાં ૪૦ દબાણ, રાજકોટ ( પશ્ચિમ)ના ૧૦ સેજામાં ૪૨ દબાણ, રાજકોટ ( દક્ષિણ)ના ૧૦ સેજામાં ૪૫ દબાણ, ઉપલેટાના ૫૧ ગામોમાં ૪૬ દબાણ, રાજકોટ તાલુકાના ૧૦૨ ગામોમાં ૬૧ દબાણ, રાજકોટ (પૂર્વ)ના ૬ સેજામાં ૬૬ દબાણ, જસદણ તાલુકાના ૬૦ ગામોમાં ૭૯ દબાણ, પડધરી તાલુકાના ૫૮ ગામોમાં ૯૦ દબાણ, ગોંડલ ( તાલુકા)ના ૮૨ ગામોમાં ૯૩ દબાણ, ગોંડલ ( શહેર)ના ૧૦ સેજામાં ૧૦૮ દબાણ, જેતપુર ( શહેર)ના ૭ સેજામાં ૧૧૨ દબાણ, વીંછીયા તાલુકાના ૪૬ ગામોમાં ૧૩૦ દબાણ અને જેતપુર (તાલુકા)ના ૫૦ ગામોમાં ૪૮૬ જેટલા દબાણો છે.

આ પણ વાંચો… પાન આઈસ્ક્રીમ બનાવવા માટેની હેલ્ધી રેસીપી

હાલ તંત્રએ આ દબાણો શોધી કાઢ્યા છે. હવે માત્ર એક્શનની રાહ જોવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ આ તમામ દબાણો સામેં તંત્ર એકસાથે કાર્યવાહી હાથ ધરશે. પરંતુ હાલ ચૂંટણી માથે હોય, તંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત છે. એટલે આ વેળાએ આ ઓપરેશન થોડું કઠિન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરા: નાગરવાડામાં મહાકાય વડ વૃક્ષ પડતા 4 લોકો દબાયા

elnews

૨૫ થી ૨૯ ડિસેમ્બર ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ પંચમહોત્સવ

elnews

રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી!

elnews

Leave a Comment

error: Content is protected !!