EL News

વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકાર ચારે બાજુ થી ઘેરાણી.

Share
Gujarat:

 

ગુજરાતમાં શાશક પક્ષ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરે છે અને આ 25 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે વિકાસ અત્યારે બહાર આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે વિકાસ દેખાડવામાં આવે છે અને વિકાસના વાયદાઓ કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ બયાન કરે છે.

ગુજરાતના રસ્તાઓ તૂટી ગયા

ગુજરાતમાં સરકાર ચૂંટણી પહેલા જ ચોમેરેથી ઘેરાયેલી નજર આવી રહી છે. ગુજરાતમાં લોકો રાજ્ય સરકારની નીતિ, કાયદો વ્યવસ્થા અને તંત્રથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ગુજરાતના રસ્તાઓ તૂટી ગયા છે.

મોટા મોટા શહેરોથી લઇને ગામડાઓના રસ્તા તેમજ પુલ પણ તૂટી ગયા છે તો ક્યાંક રસ્તાઓ ધોવાણ થઇ ગયા છે. અમદાવાદ સહીત મોટા શહેરોમાં મોટા મોટા ભુવા પડ્યા છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. ગુજરાત સરકારની 8 મહાનગર પાલિકા અને તેમજ નગરપાલિકાની અંદર આવતા રસ્તાઓની હાલત અત્યંત દયનિય સ્થિતિ થઇ ગઈ છે.

શહેરોમાં લેન્ડ માફિયા, બુટલેગર બેફામ બન્યા

ગુજરાતમાં રસ્તાઓની માફક વ્યસ્થા અને કાયદો જાણે કથળી રહ્યો છે તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે. ગુજરાતમાં આવારાતત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ચોરી અને બળાત્કારની ઘટનાઓ થઇ રહી છે. અવારનવાર જાહેર સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ થાય છે.

પોલીસ દારૂની મહેફિલ માણતી હોય તેવા વિડિઓ વાયરલ થાય છે. સીટી પોલીસ અને ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવવામાં રસ હોય છે. ગુજરાતના શહેરોમાં લેન્ડ માફિયા, બુટલેગર બેફામ બન્યા છે તેમ છતાં પણ સરકાર તેમને સજા આપવાની જગ્યાએ છાવરી રહી છે તેવું દેખાઈ રહ્યું છે.

જાહેરાત
Advertisement
સરકારી તંત્રમાં પૈસા સિવાય કામ થતા નથી

આ જ રીતે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રસ્ટાચાર આચરી રહ્યા છે. ગુજરાતના સરકારી તંત્રમાં પૈસા સિવાય કામ થતા નથી અને નીચેથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ખદબદે છે.

લોકો સરકરી કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે પરંતુ કામ થતું નથી. લોકોના ટેક્સના પૈસા ભ્રષ્ટચારમાં જ ચાઉં થઇ જાય છે. સરકારી નેતાની મળતી ગ્રાન્ટ પણ ખવાઈ જાય છે.

નેતાઓની માંગણી વિધાનસભામાં એક મતથી પુરી થઇ જાય છે

ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં સરકારને રસ નથી.

ગુજરાતના સરકારી કર્મચારીઓની માંગણી પુરી નથી થતી પરંતુ નેતાઓની માંગણી વિધાનસભામાં એક મતથી પુરી થઇ જાય છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના, સરકારી નૌકરી, પરીક્ષામાં ગેરરીતિ, સરકારી પરીક્ષાના પેપર ફૂટવા જેવા સળગતા મુદ્દાથી સરકાર ઘેરાય ગઈ છે.


આ પણ વાંચો..વિધાનસભા પહેલા ભાજપ રાજ્યમાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.


આ વર્ષે લોકોની નજર વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન તરફ

આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના લોકો સરકારના વાયદા, નીતિ, કાર્ય પ્રણાલીથી ત્રાહિમામ થઇ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકો પોતાનો રોષ સોસીયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે.

ગુજરાતમાં કોઈ મુદ્દો નથી કે જેનાથી સરકાર અને શાશક પક્ષ પર સવાલો ન ઉઠી શકે. ગુજરાતમાં આ વર્ષે લોકોની નજર વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન તરફ જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે.


રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે, આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુપોષણને પ્રોત્સાહન આપતા ડૉ. પ્રીતિ અદાણી નર્મદાના ગ્રામીણ સ્વયંસેવકોને મળ્યા

elnews

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews

દશામાના વ્રત: જાણો ગોધરા નાં મુર્તિકાર જે ઇંટો નાં ધંધામાં થી મુર્તિ નાં વ્યવસાય માં જોડાયાં, જાણો મુર્તિ બનાવવાની શરૂઆત ક્યારથી થાય છે અને કેવી રીતે બને છે…

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!