Vipul Purohit:
શું લક્ષ્મી ખરે ખર ચંચળ છે ? લોકો કહે છે લક્ષ્મી ચંચળ છે?
આ કેટલું સત્ય છે.ચાલો જાણીયે.
લક્ષ્મી એટલે શ્રી ,વૈભવ ,શોભા, સદ્ગુણો ,સદ્વિચારો ભાવ અને ભાવના, માત્ર રૂપિયો એટલે જ લક્ષ્મી એવું આજની સમજણ છે .પરંતુ વૈદિક ધારણા મુજબ પુત્ર ,પૌત્ર ,ધન- ધાન્ય, હાથી- ઘોડા, ગાય ,વાહન અને આયુષ્ય સમેત બધુ જ લક્ષ્મી ગણાય.
અરે અગ્ની, વાયુ, સૂર્ય, જળ, જમીન પણ શ્રી છે.
આમ તો આ બધું જ જીવન માટે આવશ્યક છે. પરંતુ કુદરતી રીતે સહજ મળી જાય છે. તેથી આપણે તેને લક્ષ્મી ગણતા નથી ખરુંને !
ઘણી વાર આપણે લક્ષ્મી ચંચળ છે એ વાતનું જાણે અજાણ્યે અનુમોદન આપીએ છીએ આ વાત તો સાચી જ છે, મેં પણ સાંભળી છે. પરંતુ પાંડુરંગ દાદા એ કરેલી વાત થી મને આ વિષે સમાધાન મળ્યું.
ચાલો જાણીએ….
વાસ્તવિક સંપત્તિ આવ્યા પહેલાની માણસ ની વિચારધારા સંપત્તિ આવ્યા પછી ટકતી નથી. આ હકીકત છે. અર્થાત સંપત્તિ આવ્યા પછી માણસ બદલાઈ જાય છે.
સંપત્તિ જેનો આશરો કરે છે તેના દોષને લીધે સંપત્તિને જવું પડે છે. એવું કવિ કાલિદાસનું કહેવું છે. પરંતુ (આપણા રઘુવંશી રાજાઓ ની સાત સાત પેઢીમાં સંપત્તિ ટકેલી જોવા મળે છે.એનુ કારણ શું? તે અંગે આજે સસ્પેન્સ રાખીએ.
વાતને આગળ વધારીએ, ઇતિહાસ સાક્ષી છે, વ્યક્તિ કા તો રાષ્ટ્ર પાસે જ્યારે જ્યારે સંપત્તિ વધે ત્યારે રાષ્ટ્ર માં વ્યસનાધીનતા, આળસ, વિદ્યા હિનતા અને શૃંગાર પ્રિયતા આવેલા દેખાય છે. તેનું ઉદાહરણ છે.
ફ્રાન્સ જેવી મહાસત્તાની બીજા વિશ્વયુદ્ધમાં ફક્ત 8 જ દિવસમાં હાર થઈ. આખી દુનિયા જ્યાં ફક્ત મોજ શોખ કરવા જતી હતી, ફ્રાન્સના યુવાનો ને મોજ શોખ સિવાય બીજું કાંઈ દેખાતું ન હતું. અર્થાત શૃંગારપ્રિયતા ના દોષને લીધે ફ્રાન્સ જેવી મહાસત્તા ને યુધ્ધ માં હારનો સામનો કરવો પડ્યો હતો.
આપણું કૌટિલ્યનુ અર્થશાસ્ત્ર કહે છે કે
“ધર્મસ્ય મુલમ અર્થ: અર્થસ્ય મુલમ રાજ્યમ્ રાજયસ્યમુલમ ઇન્દ્રિય નિગ્રહત્વ:”
અર્થાત્
ઇન્દ્રિય નિગ્રહ વગર રાજ્ય પણ ન ટકે. જે વ્યક્તિ કા તો રાષ્ટ્ર પાસે સંપત્તિ આવે તેની પાસે શૃંગાર પ્રિયતા, વિદ્યાહીનતા, આળસ અને વ્યસનાધીનતા જેવા દોષો આવી જાય જેના લીધે માણસ પોતાના અને બીજાના જીવન માટે ખરેખર નિરુપયોગી નીવડે છે. દૈવ વસાત એવી લક્ષ્મી કદાચ મળી પણ જાય પણ પચાવવાની સાત્વિકતા કા તો માનસિક શક્તિ ન હોય તો તે લક્ષ્મીનુ અલક્ષ્મીમાં રૂપાંતર થાય અને ખરાબ કામો માં વપરાતા નષ્ટ પણ થાય.
તો લક્ષ્મી ટકે ક્યારે? એ વિશે આવતા અંક માં જોઇશું…Stay tuned