Education:
હાલ નાં સમયમાં ભણતર પહેલા જેવું અઘરું રહ્યું નથી. અત્યારે કોરોના કાળ બાદ ઓનલાઇન શિક્ષણ થી વિદ્યાર્થીઓ માહિતગાર થયા છે. ત્યારે ગુજરાત ની યુનિવર્સિટી એ વિદેશ માં રહેતા હોય તો પણ આ યુનિવર્સિટી ની ડિગ્રી મેળવી શકે તેવા કોર્સ શરૂ કર્યાં છે.
કોઈપણ વિદ્યાર્થીઓ વિદેશના કોઈ પણ ખૂણે બેસી ડીગ્રી મેળવી શકશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કોર્સને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગુજરાત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાર્થીઓ વિદેશના કોઈ પણ ખૂણે બેસી ડીગ્રી મેળવી શકશે.
વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણી શકે અને તેમને ઓનલાઈન સવલતો મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ કરીને યુનિવર્સિટીને આ લાભ મળવાનું બીજું કારણ એ પણ છે કે, છેલ્લા 4 વર્ષથી નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્કમાં જીયુનું ઉચ્ચ સ્થાન રહ્યું છે આ ઉપરાંત રેટીંગમાં પણ વધારો થતા ઓનલાઈન કોર્સમાં યુનિવર્સિટીને આ મંજૂરી યુજીસી તરફથી મળી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 જેટલા ઓનલાઈન કોર્સ શરુ કરવામાં આવી રહ્યા છે.
બીકોમ, બીસીએ સહીત 10 જેટલા પીજી કોર્સમાં 15 સપ્ટેમ્બર આસપાસ એડમિશન વિદ્યાર્થીઓ મેળવી શકશે. આ ડિજિટલ અભ્યાસક્રમોમાં ફોરેન્સીક સાયન્સ, એ.આઈ અને ભાષાને લગતા અભ્યાસક્રમો તેમજ અન્ય જરુરીયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના પીજીના કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે.
જે વિદ્યાર્થીઓ દેશની બહાર છે અને તેમને આ કોર્સમાં સ્ટીડી કરવી છે તેઓ પણ આ કોર્સમાં ઓનલાઈન સ્ટડી કરી શકે છે અને ડીગ્રી મેળવી શકે છે. જીયુને યુજીસી તરફથી 3 યુજી તેમજ 10 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ઓનલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ સિવાય અન્ય ઘણા કોર્સિસ સ્કિલબેઝ છે તે શરુ કરવામાં આવ્યા છે. જેનો લાભ પણ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.