17.6 C
Gujarat
December 22, 2024
EL News

ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે.

Share
ગુજરાત:

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.

મુખ્યમંત્રીએ આ જે ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમાં સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે. ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે.

ખાસ કરીને સુરતમાં વધુ મકાનો બનશે તેવી જ રીતે ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં પણ EWSના મકાનો બનાવવામાં આવશે. અગાઉ પણ કેટલીક ટીપીમાં મકાનો બનાવવાની પરવાનગી આપવામાં આવી છે ત્ચારે ફરીથી નવા મકાનો મળતા લોકોને સવલતો મળશે.

 

સુરતમાં આ સ્થળ પર બનશે મકાનો

સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૫ સરથાણા પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. પ૧૦૦ EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.૭ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.

૯.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે ૬.૬૯ હેક્ટર્સ ફાળવાઈ. આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોમાં પણ નિર્માણ માટે ૮.પ૮ હેક્ટર્સ જમીન પર ૭૬૦૦ આવાસોનું નિર્માણ થઇ શકશે.

 

ભાવનગરમાં ર૬૦૦ EWSના બનશે મકાનો

 

આ ઉપરાંત ભાવનગરની આ પ્રિલીમીનરી ટી.પી નં.૭ અધેવાડામાં ર.૯૪ હેક્ટર્સ જમીન પર ર૬૦૦ EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.

 

બાવળામાં પણ બનશે મકાનો

મુખ્યમંત્રીએ આ ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૪ (બાવળા)ને પણ મંજૂરી આપી છે.

જે ૪૦ ટકા જમીન સંબંધિત સત્તામંડળ એટલેકે મહાનગર પાલિકા કે શહેરી વિકાસ સત્તા મંડળોને સંપ્રાપ્ત થાય તે જમીનમાં રોડ-રસ્તા, બગીચા, મેદાન, EWS આવાસો, નેબરહૂડ સેન્ટર તેમજ આરોગ્ય અને શૈક્ષણિક હેતુની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી ટી.પી સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે.


EWS , આવાસ

 

આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે તથા સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100ટકા ભરાયો.

elnews

ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન,

elnews

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઈ-લોકાર્પણ

elnews

Leave a Comment

error: Content is protected !!