Business:
એશિયાના બે સૌથી દિગ્ગજ ધનિકો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે ટેલિકોમ સેક્ટર બાદ હવે વધુ એક સેક્ટરમાં સીધી ટક્કર જોવા મળશે.
આપને જણાવી દઇએ કે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણીની કંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝે બે-બે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
500 થી 600 કરોડ રૂપિયાનું રોકાણ
ANILએ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વાર્ષિક 40 મિલિયન ટન ક્ષમતાના પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી છે. જ્યારે અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના પ્લાન્ટ્સ માટે હજુ સુધી લોકેશન ફાઇનલ કર્યું નથી.
સૂત્રો અનુસાર બંને કંપનીઓ તેના માટે 500 થી 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
આ છે તૈયારી
અદાણી અને રિલાયન્સ અનેક પ્લાન્ટ્સ સાથે આ સેગમેન્ટમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે એગ્રીકલ્ચર વેસ્ટ, શુગરકેન પ્રેસ મડ અને મ્યુનિસિપલ વેસ્ટથી કમ્પ્રેસ્ડ બાયોગેસને બનાવવામાં આવે છે.
ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે પણ સીબીજીના ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેનો ઘરેલુ ઉપયોગ પણ થઇ શકે છે. તે ઘરોમાં પાઇપથી પહોંચાડાતા નેચરલ ગેસનું સ્થાન લઇ શકે છે. આપણે રિટેલ આઉટલેટથી સીબીજી અને સીએનજીની કારમાં ફ્યૂલની રીતે વેચી શકીએ છીએ. સાથે જ સીબીજીને પોતાના સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નાખી શકાય છે. ડોમેસ્ટિક અને રિટેલ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.
જીયો-બીપી બ્રાન્ડ સાથે રિલાયન્સ આગળ
રિલાયન્સે બીપી સાથે મળીને એક સંયુક્ત સાહસ રિલાયન્સ બીપી મોબિલિટી બનાવ્યું છે. દેશભરમાં આ કંપનીના જીયો-બીપી બ્રાન્ડ સહિત 1400થી વધુ પેટ્રોલ પંપ છે. આ જ રીતે અદાણી ગ્રૂપની સહયોગી કંપની અદાણી ટોટલ ગેસ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ સક્રિય છે.