દેશ વિદેશ:
ભારતમાં આ વર્ષના અંત સુધીમાં 5જી સેવા શરૂ થવાની છે ત્યારે એ પહેલા તે માટેના સ્પેક્ટ્રમની નિલામી પૂર્ણ થઇ ચૂકી છે. આ હરાજી દરમયિાન કુલ 1,50,173 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમનું વેચાણ થયું હતું. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, સાત દિવસ સુધી ચાલેલી હરાજી સોમવારે બપોરે સંપન્ન થઇ છે. સ્પેક્ટ્રમના વેચાણથી પ્રાપ્ત અંતિમ આંકડો 1,50,173 કરોડ રૂપિયા થી વધુ છે.
સાત દિવસથી ચાલી રહી હતી હરાજી
યૂઝર્સને હાઇ કનેક્ટિવિટી ઇન્ટરનેટ સ્પીડ આપવા માટે સક્ષમ 5જી સ્પેક્ટ્રમની હરાજી 6 દિવસ પહેલા શરૂ થઇ હતી. ગત છ દિવસમાં 1,50,130 કરોડ રૂપિયાની હરાજી થઇ હતી. રવિવારે આયોજીત સાત નવા તબક્કાની બોલીમાં 163 કરોડ રૂપિયાની વૃદ્વિ થઇ હતી.
દૂરસંચાર વિભાગે આ હરાજીમાં કુલ 4.3 લાખ કરોડ રૂપિય મૂલ્યના 72 ગીગાહર્ટઝ સ્પેક્ટ્રમનું વેચાણ થયું હતું. આ હરાજીમાં રિલાયન્સ જીયો, ભારતી એરટેલ અને વોડફોન આઇડિયા ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝે પણ ભાગ લીધો હતો. આ હરાજી દરમિયાન ખાસ કરીને અદાણી અને અંબાણી વચ્ચે ટક્કર જોવા મળી હતી.
શનિવારે માંગમાં નરમાઇ
સૂત્રો અનુસાર શનિવારે માંગમાં અપેક્ષા કરતા ઘટાડા બાદ ઉપ્ર પૂર્વ સર્કલ જેમાં લખનઉ, અલ્હાબાદ, વારાણસી, ગોરખપુર અને કાનપુર સામેલ છે. તેમાં 1800 મેગાહર્ટઝ માટે ફરી એક વાર બોલી લગાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. ઉત્તર પ્રદેશ પૂર્વમાં 10 કરોડથી વધુ યૂઝર્સ છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન રિલાયન્સ જીયો અને ભારતી એરટેલ જેવી કંપનીઓ વચ્ચે સ્પેક્ટ્રમ માટે કડી સ્પર્ધા જોવા મળી રહી છે.
ઉદ્યોગ વિસ્તરણ જરૂરી
દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 5જી હરાજી એ વાતને રેખાંકિત કરે છે કે ઉદ્યોગ વિસ્તરણ ઇચ્છે છે અને વિકાસના ચરણમાં પ્રવેશ કર્યો છે.