SSC કાંડ:
તૃણમૂલ કોંગ્રેસ સરકારમાં પૂર્વપ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જી વિશેના તાજેતરના ઘટસ્ફોટથી બંગાળમાં રાજકીય ઉત્તેજના વધી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અર્પિતાના ઘરે દરોડા પાડીને અત્યાર સુધીમાં 53 કરોડથી વધુનું કાળું નાણું રિકવર કર્યું છે. હાલમાં તેના વધુ બે ફ્લેટમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેનાથી કેટલાક વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
આ દરમિયાન મોટાભાગના લોકો હજુ પણ સ્પષ્ટ નથી થયા કે, પાર્થ ચેટરજીની ED દ્વારા કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે? કયો મામલો છે જેમાં તેની સહકર્મી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે?
આખરે, EDએ અર્પિતાના ઘરે જ કેવી રીતે દરોડા પાડ્યા? આ સિવાય અન્ય કયા નેતાઓ છે, જેઓ EDના રડાર પર છે?
આ કૌભાંડમાં ફસાયા પાર્થ ચેટર્જી-અર્પિતા મુખર્જી
પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી જે કેસમાં ફસાયા છે તેને SSC કૌભાંડ અથવા શિક્ષણ ભરતી કૌભાંડ પણ કહેવામાં આવી રહ્યું છે.
સુત્રો અનુસાર, 2016માં પશ્ચિમ બંગાળ સરકારે શાળા સેવા આયોગ (એસએસસી)ને સરકારી સંચાલિત અને સહાયિત શાળાઓ માટે 13,000 ગ્રુપ-ડી સ્ટાફની ભરતી કરવા માટે સૂચના જારી કરી હતી.
આ નિમણૂકો કરતી પેનલની મુદત 2019માં સમાપ્ત થઈ ગઈ હતી. તેમ છતાં, પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (WBBSE) દ્વારા ઓછામાં ઓછા 25 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી.
નવેમ્બર 2021માં કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ અરજીમાં આ ‘ગેરકાયદેસર‘ નિમણૂકોને સિસ્ટમમાં ભ્રષ્ટાચાર હોવાનું કહેવાયું હતું.
આ પછી, કલકત્તા હાઈકોર્ટે SSC અને પશ્ચિમ બંગાળ બોર્ડ (WBBSE) પાસેથી એફિડેવિટ માંગ્યા હતા અને કેસની સુનાવણી આગળ વધારી હતી. પરંતુ આ બંને સંસ્થાઓએ ખુલ્લી અદાલતમાં વિપરીત હકીકતો રજૂ કરી હતી.