19.5 C
Gujarat
December 22, 2024
EL News

હવે કંપની MG Hector નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે.

Share
Cars:

MG હેક્ટર તેના બાઉન્સી લૂકને કારણે ખૂબ જ પોપ્યુલર બની રહી છે અને અત્યાર સુધી કંપનીએ તેને બે વેરિએન્ટમાં લોન્ચ કરી છે.

આમાંથી એક MG હેક્ટર અને બીજું MG હેક્ટર પ્લસ છે, જેમાં 5 સીટર અને 6 સીટરનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

હવે કંપની એમજી હેક્ટરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં ઘણા લેટેસ્ટ ફીચર્સ, આકર્ષક કેબિન અને રિફ્રેશ્ડ ડિઝાઈન જોઈ શકાય છે, જે યુઝર્સને આકર્ષવામાં સક્ષમ હશે.

 

 

નવી હેક્ટર કારમાં ફ્લોટિંગ ટચ સ્ક્રીન જોવા મળશે જે લેટેસ્ટ ડિઝાઇનનો ભાગ છે. તે જ સમયે જૂના મોડલ્સમાં ડેશબોર્ડમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.

 

ઇન્ફોટેનમેન્ટમાં ફિઝિકલ બટન હશે

 

 

હોરિઝોન્ટલ સ્ટાઈલમાં આવનારી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ફિઝિકલ બટન્સ પણ જોવા મળશે. આ ફિઝિકલ બટનો ટચ સ્ક્રીન નેવિગેટ કરવામાં મદદ કરશે.

તે 360 વ્યુ કેમેરા સાથે ઘણા નવા ફિચર્સને પણ એક્સેસ કરી શકશે. તેની સાથે ટચસ્ક્રીન બટનનો ઓપ્શન પણ મળશે.

 

MG હેક્ટરમાં પહેલા કરતા વધુ અદ્યતન ડ્રાઇવિંગ સિસ્ટમ

 

MG હેક્ટર 2022 હેક્ટરના નવા અપડેટમાં અન્ય મેઇન સ્પેશિફિકેશન એ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) છે. આ સ્પેશિફિકેશન હાલમાં MG Astor માં જોઈ શકાય છે.

આમાં તેને લેન કીપ આસિસ્ટન્ટ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શનના ફીચર્સ, રિયર ક્રોસ ટ્રાફિક એલર્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

 

MG Hector ફેસલિફ્ટમાં નવું એક્સટીરિયર્સ

 

એક્સટીરિયર્સ વિશે વાત કરીએ તો તેને નવી ફ્રન્ટ અને રિયર બમ્પર ડિઝાઇન મળે છે. તેમાં મોટા અને આકર્ષક હેડલેમ્પ જોવા મળશે. તે જ સમયે બેક સાઇડએ આકર્ષક ટેલ લેમ્પ્સ જોવા મળશે. તેમાં ઘણી વધુ સુવિધાઓ પણ હશે, જેના માટે આપણે વધુ રાહ જોવી પડશે.

 

એમજી હેક્ટર 2022નું એન્જિન

 

MG Hector 2022 માં યુઝર્સને એન્જિન સેટઅપમાં કોઈ ફેરફાર દેખાશે નહીં. હેક્ટરના જૂના વર્ઝનમાં 1.5-લિટર એન્જિન છે, જે મોટે ભાગે 143 Bhp પાવર પેદા કરવામાં કેપેબલ છે અને લાઇટ હાઇબ્રિડ ટેકનો ઉપયોગ કરે છે.

હાઇબ્રિડ એન્જિન વિશે વાત કરીએ તો આ વર્ષે હોન્ડા, ટોયોટા અને મારુતિએ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથેનું એન્જિન રજૂ કર્યું છે, જે યુઝર્સને 28 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ આપી શકે છે.

 

MG Hector Facelift
આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

રાજકોટ શહેર ભાજપ દ્વારા નિદાન કેમ્પ યોજાયો હતો

elnews

૨૬ વર્ષિય ટ્વિંકલ નો મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ.

elnews

રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ મુસાફરો માટે ખુશીના સમાચાર

elnews

Leave a Comment

error: Content is protected !!