Ankleshwar:
અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફે માહિતીના આધારે ઇકો સાથે ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇકો કારમાંથી હથોડી, પાઇપ, એક ગિલોલ, સળિયા અને પાના સાથે પાંચ મોબાઈલ અને કાર સહીત રૂ.3.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમ્યાન માહિતી મળી હતી કે, અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઉપર ઇકો કારમાં બે શખ્સો શંકાસ્પદ હાલત ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા મહિતીવાળી ઇકો કાર મળી આવી હતી. જેમાં બે ઈસમો શંકાસ્પદ હાલત મળી આવતી તેમના નામ પૂછતા સુરતના પુણા ગામના યોગેશ રામસજીવન જયસ્વાલ અને રવિ મહેશ જીલેકર હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારમાં સવાર બંન્નેની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી બંન્નેની અંગજડતી કરતા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. જયારે વધુ તપાસ કરતા એક હથોડી, એક ગિલોલ, પાઇપ, લોખંડનો સળીયો અને એક પાનું મળી આવ્યું હતું. પોલીસે રૂપિયા 11હજાર 500 ના પાંચ નંગ મોબાઈલ અને 3 લાખની ઇકો કાર મળી રૂપિયા 3 લાખ 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા વિસ્તાર ના સમાચાર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરો.
El News: https://play.google.com/store/apps/details?id=com.elnews