Gujarat:
અમિત શાહ 23મી ના રોજ ગુજરાતમાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફરીવાર ગુજરાત પ્રવાસ યોજવામાં આવશે. અમિત શાહ 23મી ના રોજ ગુજરાતમાં આવશે. બે દિવસનો તેમનો પ્રવાસ યોજાશે. સવારે 11 વાગે 23 તારીખે એનએફએસયુના કાર્યક્રમની અંદર હાજરી આપશે.
વિશ્વાસ પ્રોજેક્ટ અને ઈ-ફાયરનો પ્રારંભ તેમના હસ્તે
આ ઉપરાંત તેમના અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવશે. 23મી એ અમદાવાદ પહોંચી સીધા ગાંધીનગર નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીમાં હાજરી આપશે. જ્યાં ગૃહ વિભાગનો કાર્યક્રમ યોજાશે જેની અંદર વિશ્વાસ પ્રોજેક્ટ અને ઈ-ફાયરનો પ્રારંભ તેમના હસ્તે કરાવવામાં આવશે.
માણસા અમિતશાહનું વતન, અક્ષય પાત્ર રસોડાની પણ મુલાકાત લેશે
આ સાથે માણસા પુસ્તકાયલની મુલાકાત પણ લેશે. માણસા અમિતશાહનું વતન છે જ્યાં તેઓ હાજરી આપશે અને અક્ષય પાત્ર રસોડાની પણ મુલાકાત લેશે. આમ તેમના બે દિવસના કાર્યક્રમની અંદર ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠક પણ યોજી શકે છે.
માર્ચ મહિનાથી સતત મહિનામાં એકથી વધુ વખત અમિત શાહના કાર્યક્રમો ગુજરાતમાં
આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે તેમના ગુજરાત પ્રવાસો પણ એક પછી એક યોજાઈ રહ્યા છે. માર્ચ મહિનાથી સતત મહિનામાં એકથી વધુ વખત અમિત શાહના કાર્યક્રમો ગુજરાતમાં યોજાઈ રહ્યા છે. અગાઉ સહકારીતા ક્ષેત્રના કાર્યક્રમની અંદર અમિત શાહે હાજરી આપી હતી.
ખાસ કરીને અમિત શાહે આ વર્ષમાં અને કોરોનાના અગાઉના વર્ષમાં તેમના મતવિસ્તામાં કરોડો રુપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા છે.
આ જ પ્રકાર ના સમાચાર વાંચવા જોડાયેલા રહો El News સાથે, અને તમારા એંડ્રોઇડ મોબાઇલ ફોન માં પ્લેસ્ટોર પરથી આજે જ ડાઉનલોડ કરો El News