ગોધરા, પંચમહાલ:
પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે તેવામાં પંચમહાલ જિલ્લામાં ગઇ કાલ સાંજથી મુશળદાર વરસાદ વરસી રહ્યો છે. ગોધરામાં માત્ર 4 કલાકમાજ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઇ જવા પામ્યું હતું. પાણી ભરાયાં ની ઘટના ને ધ્યાન માં લઇ પંચમહાલ પોલીસ દ્વારા નીચાણ વાળા રસ્તાઓ, કોઝ વે, અંડર બ્રિજ વગેરે જેવા જોખમી વિસ્તારોમાં નાકા બંધી કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.
ભારે વરસાદના પગલે ગોધરા નજીક ગદુકપર રોડ પર આવેલ પાણી ભરાયેલ કોઝ વે માંથી પસાર થવાનો પ્રયત્ન કરતા ચાર લોકો સહિત કાર કોઝ વે માં ફસાઈ જતા તેની જાણ પોલીસને થતાં ગણતરીના સમયમાં ડી વાય એસ.પી સી. સી. ખટાણા સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને 4 લોકો સાથે કારનો દિલ ધડક રેસ્કયું હાથ ધરી 4 લોકોને સહી સલામત પાણી માંથી બહાર લાવ્યા હતા.
ગતરાત્રે પંચમહાલ જિલ્લા માં ગોધરા સહીત ના વિસ્તારો માં ભારે વરસાદ થતા પંચમહાલ પોલીસ ને પાણી ભરાયાં ની ઘટના અંગે જાણ થતા પંચમહાલ પોલીસ ના અધિકારીઓ દ્વારા રાત્રીના સમયે ભારે વરસાદ માં પેટ્રોલિંગ હાથ ધરી નીચાણ વાળા પાણી ભરાયેલ વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને રેસક્યું કર્યું હતું . તેમજ લોકો ને સલામત રહેવા પેટ્રોલીંગ વાનમાં થી માહીતગાર કરાયા હતા.
1 comment
Great job 🙇🙇