Godhra, Panchmahal: આગામી 22 જુલાઈએ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહેલ ગુજરાતી સિનેમા જગતની સૌથી મોંઘી ગુજરાતી અર્બન મુવી ના કલાકરો ગોધરા ખાતે હાજર રહ્યા હતા.આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના સિનિયર હીરો હિતેન કુમાર તેમજ ધારાસભ્ય અને હીરો હિતેન કુમાર પણ રોલ કરી રહ્યા છે .સાથે સાથે છેલ્લો દિવસ જેવી સુપર ગુજરાતી અર્બન ફિલ્મ કરનાર યશ સોની તેમજ હેલાંરો ગુજરાતી માં કામ કરનાર નિકિતા શર્મા અને તર્જની પણ આ ફિલ્મમાં રોલ ભજવી રહ્યા છે .આ ફિલમ ગુજરાતી સીને જગત ની સૌથી મોંઘી ફિલમ છે જેમાં આ મુવી બનાવવામાં કુલ 15 કરોડ જેટલો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે આ એક પારિવારિક ગુજરાતી મુવી છે.ફિલ્મની વાર્તા ની વાત કરવામાં આવે તો આ એક રમખાણો પર આધારિત છે જેમા રમખાણો થી થતા નુકશાન અને માનવ વેદના પર તેમજ પ્રશાસન ના કામ સાથેની એક કાલ્પનિક વાર્તા છે .જેમાં હિતેન કુમાર એક નેતાનો અભિનય કરી રહ્યા છે .
આ રાડો મુવીના પ્રમોનશન માટે આવેલ કલાકારોને જોવા માટે મોટી સંખ્યા માં ગોધરા વાસીઓ ઉમટી પડ્યા હતા અને યશ સોની તેમજ હાજર સૌ કલાકારો સાથે સેલ્ફી લઈ પ્રફુલ્લિત થયા હતા.આ રાડો ફિલ્મના અર્થ ની વાત કરીયે તો બબાલ એવો થાય છે .
ગોધરા ખાતે આવેલી ગુજરાતી ફિલ્મ “રાડો” ની ટીમ માં સ્ટારકાસ્ટ સહિત પ્રોડ્યુસર પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બિગ બજેટ મુવી છે જેનું બજેટ 14 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ન ભૂતો ન ભવિષ્યતી ગણી શકાય.
તેમજ બિગ બજેટ ફિલ્મ જેમાં રાજકીય મથામણો તેમજ રમખાણ ના દ્રશ્યો જે ટ્રેલરમાં જોવાઈ રહ્યા છે તેમજ હાલના રાજકારણમાં યુવાનો બીજું બધું પડતું મૂકીને રાજકારણ માં જોડાઈ જતા હોય છે એ વિષય ઉપર તેમજ બીજા અનેક સવાલો ને લઈને એક્ટર યશ સોની દ્વારા શું પ્રતિભાવ આપવામાં આવ્યો તેના માટે જોઈએ વિડિયો..