Shivam Vipul Purohit, India:
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉત્સાહભેર ઊજવણી કરવામ આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ અને વિચાર સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી આ વિસ્તારની વિશિષ્ટ યોગદાન આપતી “મહિલાઓને સમાનતા માટે કાર્યવાહી ઝડપી બનાવીએ” ના થીમ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નેત્રંગની આસપાસના 2૦ જેટલા ગામની 350 થી પણ વધુ મહિલાઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નારીશક્તિ સન્માન મેળવનાર ઉષાબેન દિનેશભાઈ વસાવા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના વડા મહેન્દ્રભાઈ પટેલ, લલિત પાટિલ, ગામના મહિલા સરપંચ વગેરે એ હાજરી આપી હતી. ઉષાબેન વસાવા દ્વારા નારીશક્તિ શું છે અને નારી ધારે તો શુ કરી શકે છે ની વાત પોતાના અંગત ઉદાહરણ સાથે સમજાવી હતી. મહેન્દ્ર ભાઈ પટેલ જેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડનો મહિલાઓના વિકાસમાં કૃષિ ક્ષેત્રે શુ યોગદાન રહ્યુ છે જેની જાણકારી આપી જેમાં ખેતીવાડી, પશુપાલન તેમજ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે મહિલાઓને પ્રેરિત કર્યા.
મહિલા દિવસની ઉજવણીની સાથે સંગીત ખુરશી, ફુગ્ગા ગ્લાસ જેવી અલગ અલગ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. અને વિજેતા થયેલ મહિલઓને ઇનામ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ. મહિલાઓને ખેતીવાડી પ્રવ્રુતિ સાથે સંકળાયેલી રહે એવા હેતુથી કુલ 115 મહિલા ખેડૂતોને પાવર સંચાલિત સ્પ્રે પંપ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ અને 150 જેટલા મહિલાઓને મક્કાઈ અને બાજરાના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું. ઉષાબેન વસાવાએ અદાણી ફાઉન્ડેશન ગ્રામ્ય વિકાસની કામગીરીથી ઘણા પ્રભાવિત થયા હતા.