16.1 C
Gujarat
February 5, 2025
EL News

કોચ માઈકલ ક્લિન્ગર અને પ્રવીણ તામ્બે એ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી

Share
Shivam Vipul Purohit, India:

અમદાવાદ, 25 ડિસેમ્બર 2024એ ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ માઈકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બે એ શાંતિગ્રામ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ એકેડમી ખાતે કોચની પ્રથમ મુલાકાત હતી, તેમણે અહીં અમુક કલાક ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોયા અને તેમની સાથે અમુક ચર્ચા પણ કરી હતી.

હાલ એકેડમી ખાતે 6 થી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ અદાણી એકેડમી ખાતે ટ્રેનિંગ હાંસલ કરી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયન કોચ ક્લિન્ગરે આ મુલાકાત મુદ્દે કહ્યું કે,”અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીઝ ખાતે સુવિધાઓ શાનદાર છે. યુવા ટેલેન્ટને તૈયાર કરવા માટે તમામ સુવિધાઓને કાળજીપૂર્વક મેન્ટન કરવાથી લઈ એડવાન્સ ટ્રેનિંગ સાધનો સુધી તમામ પાસા પર અહીં ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

યુવા ખેલાડીઓ અને એથ્લિટ્સ સાથે વાત કરવાનો આનંદ થયો. આ ખેલાડીઓ આવનારા સમયમાં પ્રદર્શન સાથે મોટા સ્તરે પહોંચશે. આશા છે તેઓ આગામી સમયમાં ગુજરાત જાયન્ટ્સ અને કદાચ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે.”

ક્લિન્ગરના નિવેદનને સમર્થન આપતા કોચ પ્રવીણ તામ્બે એ કહ્યું કે,”અદાણી સ્પોર્ટ્સલાઈન એ એકેડમીઝ માટેનાં માપદંડ ઉચ્ચ સ્તરે પહોંચાડ્યા છે.

અહીં રહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ખેલાડીઓના વિકાસ અને પ્રદર્શનને ઉચ્ચ સ્તરે પહોંચવા અનુરુપ માહોલ તૈયાર કરે છે. આ સેન્ટર ઓફ એક્સેલેન્સમાં જોવા મળી રહેલ મહેનત, જુસ્સા અને રમત સંબંધિત બારીકાઈ એ ઘણાં માટે પ્રેરણારુપ છે.”

યુવા ખેલાડીઓ માટે બંને કોચની આ મુલાકાત એક અનોખી તક સમાન છે. ખેલાડી વાલીએ આ અંગે જણાવ્યું કે,”આ એકેડમી ખાતે ખેલાડીઓ માટે શાનદાર અનુભવ રહ્યો. બાળકોને એવા કોચીસ સાથે મળવાની તથા વાત કરવાની તક મળી જેઓ વૈશ્વિક સ્તરે ઘણો અનુભવ ધરાવે છે.

તેમની પાસે શાનદાર અનુભવ અને રમતનું જ્ઞાન છે, તેમના થકી રમત અંગેની જે સમજ બાળકોને મળી હશે તે તેમના કરિયરને આગળ વધારવા અને શીખવા માટે ઘણી મદદરૂપ રહેશે.”

શાંતિગ્રામ ખાતેની એકેડમી અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સંચાલિત એકેડમી છે. જેના અમદાવાદમાં 2 અન્ય ટ્રેનિંગ સેન્ટર છે. છેલ્લાં અમુક વર્ષોમાં આ વ્યવસ્થા વિવિધ રમતોમાં યુવા એથ્લિટ્સને ટ્રેનિંગ આપવા માટે મજબૂત ટ્રેનિંગ કેન્દ્ર તરીકે ઊભરી આવ્યા છે. અદાણી એકેડમી એ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં અનુભવી પ્રોફેશનલ્સ દ્વારા ખેલાડીઓને સ્કિલ્સને વધુ મજબૂત કરવાની તક મળે છે.

આ પણ વાંચો જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા અદાણી જૂથનુ સ્તુત્ય પગલુ યુવા ખેલાડીઓના કૌશલ્ય વિકાસ માટે રૂ.67.60 લાખનું યોગદાન

Related posts

અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 8 શ્રમિકોના મોત

elnews

ઓઢવની કંપનીમાં ગેસ લીકેજ થતા ભારે અફરાતફરી

elnews

લઠ્ઠાકાંડ અસરગ્રસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સતત તહેનાત..

elnews

Leave a Comment

error: Content is protected !!