17 C
Gujarat
January 15, 2025
EL News

ભારતમાં LNG ઇકોસિસ્ટમ મજબૂત કરવા અદાણી ટોટલ ગેસ અને INOXCVAએ હાથ મેળવ્યા

Share
The Eloquent, Shivam Vipul Purohit:

ભારતમાં LNG ઇકોસિસ્ટમ મજબૂત કરવા અદાણી ટોટલ ગેસ અને INOXCVAએ હાથ મેળવ્યા LNG સાધનો અને સેવાઓ પ્રદાન કરવા બન્ને બંને કંપનીઓ પસંદગીનો ભાગીદારનો દરજ્જો આપશે.

અમદાવાદ, ૫ ફેબ્રુઆરી ૨૦૨૪: ભારતની આગવી હરોળની શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રિ-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક INOX India Ltd (INOXCVA)એ પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને INOXCVA LNG અને LCNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં LNG ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર “પસંદગીના ભાગીદાર”નો દરજ્જો આપશે.

પસંદગીના ભાગીદારો તરીકે ATGL પાસે અંતર્ગત પ્રોજેક્ટ સ્તરના ચોક્કસ લાભો હશે, જેમાં અદાણી ટોટલ ગેસને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ અને એડવાન્સ શેડ્યુલિંગની ઍક્સેસ, LNG/LCNG સ્ટેશનો, LNG સેટેલાઇટ સ્ટેશનો, LNG ઇંધણ આધારીત પરિવહન તરીકે સ્થાનાંતરિત કરવા માટે સહયોગ કરવાની તકો માટે વિચારણા કરવા સહિત લોજિસ્ટિક્સ તેમજ ઉદ્યોગ માટે નાના પાયે પ્રવાહી હાઇડ્રોજન સોલ્યુશન્સ વિકસાવવાની બાબતનો સમાવેશ થાય છે.

નાના પાયાના એલએનજી પ્લાન્ટ્સ, એલએનજી સ્ટેશનો, ભારે વાહનોના એલએનજી ઉપર રૂપાંતર માટે સ્કેલની અર્થવ્યવસ્થા લાવવા, HSE તરફ શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા સહિત બળતણ કાર્યક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા રૂપાંતરણ અને સેવાઓ તેમજ એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે બન્ને પક્ષોની કાર્ય કૂશળતાનો ફાયદો લેવા માટે બંને કંપનીની ભૂમિકા અને જવાબદારીઓને પરસ્પર સહયોગ કરારમાં આવરી લેવામાં આવી છે.

આ સહયોગ વિષે પ્રતિભાવ આપતા અદાણી ટોટલ ગેસ લિ.ના સી.ઇ.ઓ. અને કાર્યકારી ડિરેકટર સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે હવાનું પ્રદુષણ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંજોગોની સાથે ઝડપથી થઇ રહેલો ઔદ્યોગિક વિકાસ અને માલસામાનના પરિવહન માટે ભારે વાહનોમાં થઇ રહેલો વધારો આવનારા સમયમાં એક ભયજનક પડકાર બની રહેશે. આ સ્થિતિમાં INOXCVA સાથેની ભાગીદારી અદાણી ટોટલ ગેસને હાલમાં HSD/ડીઝલનો ઉપયોગ કરતા લાંબા અંતરના ભારે વાહનો બસોનું તબક્કાવાર LNGમાં રુપાંતર મદદરુપ બનશે. પરિણામે CO2 અને GHGના ઉત્સર્જનમાં ૩૦% થી વધુ ઘટાડો કરવામાં મદદ મળશે. પરિવહન માટેના બળતણ તરીકે એલએનજીને સ્વીકારવા માટે ફ્લીટ ઓપરેટરોનો આત્મવિશ્વાસ વધારવા માટે ATGL દેશભરમાં LNG સ્ટેશનોની ફાસ્ટ-ટ્રેક સ્થાપના પણ કરશે.”એમ તેમણે કહ્યું હતું.

INOXCVAના સ્થાપક અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈનેે આ સહયોગ વિષે જણાવ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા તેની સીમાઓ વટાવવા માટે તૈયાર થઈ રહી છે ત્યારે સંક્રમણ ટકાઉ રીતે થાય તે સુનિશ્ચિત કરવા પર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જરેરી છે. તેથી અમે ATGL સાથેના અમારા સહયોગથી ઉત્સાહિત છીએ, આ ભાગીદારી LNG ઇકોસિસ્ટમના નિર્માણ અને પરિવહન માટે ઇંધણ તરીકે LNGને ઉત્તેજન આપવા વિચારશે. અમારી સંયુક્ત કાર્યકૂશળતા અને બન્ને પક્ષોની પહોંચ ઉત્સર્જનને ઘટાડવા અને હિસ્સેદારોને લાભાન્વિત કરશે અને હરીત ફેરફાર તરફ મહત્વનું યોગદાન આપશે.

આ પણ વાંચો WPL 2024: માઈક્લ ક્લિન્ગર અદાણી ગુજરાત જાયન્ટ્સનાં નવા હેડ કોચ બન્યા

About Adani Total Gas

Given its gas distribution, ATGL is authorised in 33 Geographical Areas and plays a significant role in the nation’s efforts to enhance the share of natural gas in its energy mix. Of the 52 GAs, 33 are owned by ATGL and the balance 19 GAs are owned by Indian Oil-Adani Gas Private Limited (IOAGPL) – a 50:50 joint venture between Adani Total Gas Limited and Indian Oil Corporation Limited. Further, ATGL has formed 2 wholly owned subsidiaries namely Adani TotalEnergies E-Mobility Ltd (ATEL) and Adani TotalEnergies Biomass Ltd (ATBL) for its E-Mobility and Biomass Business respectively. ATGL has also formed a 50:50 joint venture, namely Smart Meter Technologies Private Limited for its gas meter manufacturing business.

For more information, please visit https://www.adanigas.com/

For Media Queries: Roy Paul I roy.paul@adani.com

For Investor Queries: Priyansh Shah I priyansh.shah@adani.com

About INOXCVA

INOXCVA is one of the world’s leading providers of customized cryogenic solutions to global customers across the clean energy space including industrial gases, LNG, hydrogen and cryo-scientific applications, for over three decades. It’s offerings include standard cryogenic tanks and equipment, beverage kegs, bespoke technology, equipment and solutions as well as large turnkey projects which are used in diverse industries such as industrial gases, liquified natural gas (“LNG”), green hydrogen, energy, steel, medical and healthcare, chemicals and fertilizers, aviation and aerospace, pharmaceuticals and construction.In addition, it manufactures a range of cryogenic equipment utilised in global scientific research projects. We also were the largest exporter of cryogenic tanks from India in terms of revenue in Fiscal 2022. (Source: CRISIL Report, November 2022).

For more information, please visit https://www.inoxcva.com/

For Media Queries: Sudhir Sethi I sudhir.sethi@inoxcva.com

For Investor Queries: Sunil Lavati I sunil.lavati@inoxcva.com

Related posts

c

elnews

ગુજરાતમાં કડક દારૂબંધી કરો અથવા દારૂની છુટ્ટી કરીદો: સરલા વસાવા

elnews

શું બદલાઈ જશે આપણા દેશનું નામ? જયરામ રમેશનો દાવો

elnews

Leave a Comment

error: Content is protected !!