29.2 C
Gujarat
December 21, 2024
EL News

ગોધરાની સબિનાએ અદનાન ને આપ્યો સોનાનો જથ્થો ટ્રેનમાં ગોધરાથી દિલ્હી પહોંચાડવા માટે

Share
The Eloquent, Shivam Vipul Purohit:

ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી બી ડિવિઝન ડી સ્ટાફ પોલીસે 500 ગ્રામ સોનાં સાથે યુવકની અટકાયત કરી છે. ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન પાસે એક શંકાસ્પદ યુવક બેગ લઈને જતા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ પોલીસને શંકા જતા યુવકને ઊભો રાખ્યો હતો.

Ad, Panchmahotsav 2023, The Eloquent

પોલીસે યુવકની પૂછપરછ કરી તેની પાસેની બેગમાં તપાસ કરતા આશરે 30 લાખનો 500 ગ્રામ સોનાનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

આ પણ વાંચો ટ્રકમાંથી જૂના કપડાંની આડમાં લાવવામાં આવી રહેલો 12 લાખથી વધુ નો વિદેશી દારૂ મળી આવ્યો

ઝડપાયેલ ઇસમે પોતાનું નામ અદનાન સુલેમાન કુરેશી અને દિલ્હીના કાશ્મીરી ગેટનો હોવાનું જણાવી રહ્યો છે. પોલીસે પકડાયેલા યુવકની પૂછપરછ કરતાં સોનાનો જથ્થો ગોધરાની સબિના નામની મહિલાએ આપ્યો હોવાનું અને જથ્થો ગોધરાથી ટ્રેન દ્વારા દિલ્હી પહોંચીને અજાણ્યા વ્યક્તિને પહોચાડવાનું હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે 500 ગ્રામ સોનાંના જથ્થા સાથે યુવકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો

Related posts

રાજકોટ: પોતાને કલ્કી અવતાર માનનારા રમેશચંદ્રે ફેફરે

elnews

હવામાં ઉડી રહ્યું હતું વિમાન, અચાનક થયું પાયલટનું મોત

elnews

સુરતમાં 1 લાખથી વધુ લોકો યોગ દિન કાર્યક્રમમાં જોડાયા

elnews

Leave a Comment

error: Content is protected !!