The Eloquent, Shivam Vipul Purohit:
પંચમહાલ જિલ્લાના ઘોઘબાના તાલુકાના સીમલીયા ગામે આવેલ ભારત ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉન ઉપર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરાતા અન્ય કંપનીના સિલિન્ડર લાવીને વેચાણ કરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા ગેસ સિલિન્ડર ગોડાઉનની રૂટિન તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન ભારત ગેસ કંપનીના ગેસ ગોડાઉનમાં એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે.
આ પણ વાંચો ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર પર રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડયો
બીજીતરફ એચપી કંપનીના 275 થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર ભારત ગેસ કંપનીના ગોડાઉનમાંથી મળી આવતા સીઝ કરવામાં આવ્યા છે.
જ્યારે ભારત ગેસ કંપનીના કાયમી ગોડાઉનમાંથી પણ 400 ખાલી ગેસ સિલિન્ડરની ઘટ પણ સામે આવી છે, સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.