The Eloquent, Shivam Vipul Purohit, Panchmahal:
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર પર રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડયો.
ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર્સ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે ખાનગી વેપારી રવિકુમાર ચંદ્રકાંત વિરવાણીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા આક્સમિક દરોડા પાડવામાં આવ્યા જેમાં આકસ્મિક તપાસમાં 16 કટ્ટા ચોખા અને 10 કટ્ટા ઘઉં એમ મળીને કુલ 26 કટ્ટા સરકારી અનાજના મળી આવ્યા સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો ૨૫ થી ૨૯ ડિસેમ્બર ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ પંચમહોત્સવ
ત્યારે પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓ માટે આવતા સરકારી અનાજ માં ગેરરિતી આચરવામા આવતી હોવાને લઇ પંચમહાલ પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજોની દુકાનોની આકસ્મિક ચકાસણી કરી ગરીબો ના હક ના અનાજ મા ગંભીર ગેરરીતી આચરનારા કેટલાક સરકારી દુકાનદારો ના પરવાના કાયમી રદ કરવા મા આવ્યા તો કેટલાક દુકાનો ના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ગંભીર ગેરરીતી આંચરનાર ૮ ઇસમો સામે કાળાબજાર ની પ્રવુત્તિઓ ને રોકવા માટે પી.બી એમ હેઠળ કાર્યવાહી કરી ૭ ઇસમો ને જેલ મા ધકેલી દિધા છે.