Ahmedabad, EL News
પોલીસ કર્મીઓના તોડકાંડ મામલે હાઈકોર્ટે મહત્વના આદેશો કર્યા છે. જેમાં નેમ પ્લેટ ફરજીયાત હોવી જોઈએ આ સાથે મહિલા પોલીસ કર્મીઓને પણ તહેનાત કરાશે.
અમદાવાદમાં અગાઉ બનેલા પોલીસ તોડકાંડ મામલો ગુજરાત હાઈકોર્ટે લીધેલા સૂઓમોટો સંજ્ઞાનમાં મહત્વના આદેશો કર્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ ડ્યુટી પર ફરજીયાત યુનિફોર્મ પહેરશે. આ ઉપરાંત યુનિફોર્મ પર નેમપ્લેટ હોવી જરુરી છે. આ સાથે મહિલા પોલીસને રાત્રે ડ્યુટી સોંપવામાં આવશે.
આ પણ વાંચો…જાણો સુરત શહેરના નવા મેયર પદે કોનું નામ થયું જાહેર
તાજેતરમાં જ ઓંગણજ વિસ્તારમાં બનેલી તોડકાંડની ફરીયાદ બાદ ગુજરાત હાઈકોર્ટે સૂઓમોટો કરી હતી. જેમાં સરકાર તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. જે અંતર્ગત કેટલાક મહત્વના આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યા હતા.
કેમ કે, આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓએ જ વેપારી પાસેથી 60 હજારનો તોડ કર્યો હતો. જેથી આ મામલે ફરીયાદ નોંધાઈ હતી અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ અને બરતરફ કરાયા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને કેટલાક મહત્વના આદેશ કર્યા છે. આ સાથે આ મામલે કોર્ટને રીપોર્ટ આપવા માટે આદેશ સરકારને કર્યો છે. આ મામલાની વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ મુકરર કરાશે.