Ahmedabad, EL News
જે પદને લઈને ચર્ચા હતી તેવા અમદાવાદમાં નવા મેયર તરીકેનું નામ સામે આવી ગયું છે. અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે. અનેક તર્ક વિતર્ક નવા નામોને લઈને સેવાઈ રહી હતી ત્યારે આખરે આ નામની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આજે અમદાવાદ અને વડોદરાના મેયરના નામોની જાહેરાત કરવામાં આવી હતી. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આ વખતે મેયર તરીકે મહિલાની સીટ અનામત હોવાથી મહિલા મેયર પ્રતિભા જૈન બન્યા છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ચીન-પાકને ટક્કર આપવાની તૈયારી,BRO દ્વારા 90 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
આ ઉપરાંત ડેપ્યુટી મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘાટલોડીયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
પ્રતિભા જૈન વિશે
પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર છે. અઢી વર્ષ માટે મહિલા મેયરની સીટ અનામત હતી માટે તેમના નામ પર મહોર મારવામાં આવી છે.