Breaking News, EL News
Animation and Entertainment National council WICCI દ્વારા શહેર ના વાણિજ્ય ભવન હૉલ ખાતે ગઝલ ના કાર્યક્રમ ‘ગઝલ ની સંગાથે’ નુ સુંદર આયોજન થયું. અશોશિયેટ પાર્ટનર સ્માશ એનર્જી ડ્રીંક એન્ડ સેન્ટ્રલ ચેનબર ઓફ કોમર્સ ના સહયોગ થી યોજાયેલ કાર્યક્રમ માં દંડક શ્રી બાળ કૃષ્ણ શુક્લ, જાણીતા શિક્ષણ વિદ ડૉ. નીતા ભગત, ખ્યાતનામ શાયર ગુલામ અબ્બાસ નાશાદ સાહેબ એ અતિથિ વીશેષ તરીકે હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરાવી. કાર્યક્રમ ના આરંભે શીતલ બ્રહ્મભટ્ટ અને જાગૃતિ ધનોજા એ સરસ્વતી વંદના ની પ્રસ્તુતિ કરી હતી. Wicci ના ગરિમા માલવણકર અને નીવા જોશી એ અદભૂત આયોજન કરી કલાનગરી ના સાહિત્ય રસિકો ને આ કાર્યક્રમ રૂપી અનેરી ભેટ આપી.
માં શક્તિ ગરબા આયોજક અને શહેર ના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયેશ ઠક્કર અને
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડેન્ટ શ્રી જયેન્દ્ર શાહ અને સેક્રેટરી સંજય કે પટેલ તથા શ્રી અનુજ પટેલ પણ ખાસ ઉપસ્થિત હતા.
જાણીતી ગાયક વાદક બેહનો – દેશના ભાવસાર અને વિરાજ ભાવસાર એ ગુજરાતી સુગમ ગીત અને ગઝલ ની સુંદર પ્રસ્તુતિ કરી, તબલા, હાર્મોનિયમ વાદન કરી શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કર્યા.
આ પણ વાંચો… સવારે ખાલી પેટ આ 5 જ્યુસ પીવાથી બ્લડ શુગર ઘટશે
ત્યારબાદ શહેર અને રાજ્ય ના જાણીતા ગુજરાતી ગઝલકારો ગિરિરાજ બ્રહ્મભટ્ટ, દિનેશ ડોંગરે, મનહર ગોહિલ, રાજેશ બ્રહ્મભટ્ટ, જયશ્રી પટેલ, મહેશ બ્રહ્મભટ્ટ, સુરેશ પરમાર, વિભાવરી લેલે, દીપ્તિ વચ્છરાજાની, ઉમેશ ઉપાધ્યાય, ધર્મેશ પાગી, જૈમિન ઠક્કર, ડો. દીના શાહ એ પોત પોતાની ગઝલ રજૂ કરી.
સંચાલન કમિટી ના સભ્યો નેશનલ પ્રેસિડેન્ટ સોનિયા લાંબા, હંસા મોંડલ, નીતા કોટેચા, નીવા જોશી, ગરિમા માલવણકર હતા