Surat, EL News
સુરતમાં ગોલ્ડન દહીંહંડી કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તેના આ કાર્યક્રમમાં ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર લીંબાયત ખાતે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગોલ્ડન દહીંહંડી કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુરત શહેર ના પ્રમુખ નિરંજભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…આ લાલ ફળમાં છુપાયો છે હાઈ કોલેસ્ટ્રોલનો ઈલાજ
આ સિવાય તેમને સુરત શહેરમાં અન્ય વિસ્તારમાં પણ આ આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં પણ સીઆર પાટીલે હાજરી આપી હતી અને મહોત્સવમાં ભાગ લીધો હતો.
સુરતના ગોવિંદા મહોત્સવ કાર્યક્રમમા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેર ના પ્રમુખ નિરંજભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી,શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુત,જાહેર બાંધકામ સમિતિ ચેરમેન રોહિણીબેન પાટીલ, P.A.C. કમિટી સભ્ય છોટુભાઈ પાટીલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.