Ahmedabad, EL News
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. જો કે મંગળવારથી દેશના અનેક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વાદળો ફરી મહેરબાન થયા છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સવારથી ભારે વરસાદ પડ્યો છે. નવસારી, ડાંગ, ગોધરા, સાપુતારા સહિતના અન્ય વિસ્તારોમાં દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
86 વર્ષોમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ
ગુજરાતમાં જૂન-જુલાઈમાં સાડા 27 ઈંચ વરસાદે છેલ્લા 96 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ સાલ 1927માં જૂન-જુલાઈ દરમિયાન 30 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઈંચ વરસાદે છેલ્લા 86 વર્ષમાં સૌથી ઓછો વરસાદનો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ 9 ઈંચ વરસાદ પડવો જોઈએ, જેની સામે માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો…વર્ષો પછી ફરી પંચમહાલ જિલ્લાની ઉત્સવ પ્રેમી પ્રજા વિશાળ મેદાન મા ભવ્ય પરંપરાગત ગરબે ઘૂમશે
અગાઉ 1937માં 17.4 મીમી વરસાદ નોંધાયો હતો. એટલે કે 86 વર્ષ બાદ આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે. આ માહિતી પુણેના હવામાન વિભાગના ક્લાઈમેટ રિસર્ચ અને સર્વિસના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. રાજ્યના 33માંથી 21 જિલ્લાઓમાં ઓગસ્ટમાં 91% કરતા વધુ વરસાદની અછત છે.