18.5 C
Gujarat
November 24, 2024
EL News

અમદાવાદ જિલ્લાના નિવૃત રમતવીરોને મળશે પેન્શન

Share
Ahmedabad, EL News

અમદાવાદ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયના નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના અન્વયે અમદાવાદ જિલ્લામાં વસવાટ કરતા નિવૃત્ત રમતવીરોને પેન્શન માટે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

PANCHI Beauty Studio

અત્રે ઉલ્લેખનીય છે કે, નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના હેઠળ ગુજરાતના વતની હોય અને તે સાથેની શરતો સંતોષતા હોય તેવા નિવૃત (૫૦ વર્ષથી વધુ ઉંમરના)
રમતવીરો, યુવાન વયે પોતાની કારિકદી દરમિયાન ૩૫ વર્ષની ઉમર સુધી સરકાર દ્વારા યોજવામાં આવતી તથા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના માન્ય ફેડરેશન દ્વારા જે તે સમયે યોજવામાં આવેલ તમામ ઓલમ્પિક અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, યોગાસન અને મલખમમાં રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત કે સાંઘીક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય, કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાયેલ ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને યોજનાના લાભ મળવાપાત્ર ગણવામાં આવશે.

આ પણ વાંચો… G20 સમિટ વખતે દિલ્હીમાં રહેશે લોકડાઉન?

આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઇ મર્યાદા વગર માસિક રૂ.૩૦૦૦/- ત્રણ હજાર)ની રકમ માસિક ધોરણે પેન્શન રૂપે ચુકવવામાં આવશે.
અમદાવાદ જિલ્લાના નિવૃત રમતવીરોએ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ સંકુલ, રુક્ષ્મણી હોસ્પિટલની સામે, ખોખરા, અમદાવાદ ખાતેથી કચેરી સમય દરમિયાન અરજી ફોર્મ મેળવી તા. ૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં ડોમિસાઇલ પ્રમાણપત્ર, રમતક્ષેત્રે

મેળવેલ સિધ્ધિઓની સંપૂર્ણ વિગતો અને જરૂરી આધાર-પુરાવા સહિત બે નકલમાં રૂબરૂ પહોચાડવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલ અરજી અમાન્ય ગણવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી વધુ માહિતી માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

elnews

સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની

elnews

ગુજરાતમાં AMC કોર્પોરેશનમાં હારેલા ઉમેદવારોને ટિકિટ આપી

elnews

Leave a Comment

error: Content is protected !!