Ahmedabad, EL News
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ 130મા અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહેતા 30 વર્ષના અવધૂત બાહરે નામના વ્યક્તિને સ્ટ્રોક આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન માટે વાત કરતા તેમણે સંમતિ દર્શાવી હતી, જેથી અંગોના રિટ્રાવેલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો…સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની સપાટ શરૂઆત
હોસ્પિટલમાં 130મુ અંગદાન થયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ અંગદાન થકી પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન સાથે જોડાયેલ સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક અંગદાનની પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે કટિબદ્ધ છે.
આજે દીલિપ દેશમુખ (દાદા)ની ઉપસ્થિતિમાં હોસ્પિટલમાં 130મુ અંગદાન થયું છે. તેમ ડૉ. જોશીએ ઉમેર્યું હતું.