Business, EL News
આજે ગુરુવારે માસિક એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજાર મામૂલી ઉછાળા સાથે ખુલ્યું છે. BSE સેન્સેક્સ માત્ર 42.73 પોઈન્ટના ઉછાળા સાથે 65,129.98 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 3.00 પોઈન્ટના વધારા સાથે 19,350.45 પોઈન્ટ પર પહોંચી ગયો છે. મંથલી એક્સપાયરી થવાને કારણે માર્કેટમાં દિવસભર ઉત્તર-ચઢાવ રહેવાની ધારણા છે. આથી રોકાણકારોએ સાવધાની સાથે વેપાર કરવો જોઈએ.
તમને જણાવી દઈએ કે બુધવારે સ્થાનિક શેરબજારોમાં પ્રારંભિક ઉછાળો ટકી શક્યો ન હતો અને બંને સૂચકાંક BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લગભગ સ્થિર બંધ રહ્યા હતા. વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બેન્કો અને પાવર કંપનીઓના શેરના વેચાણને કારણે બજારે તેનો ફાયદો ગુમાવ્યો હતો. 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 11.43 પોઈન્ટ અથવા 0.02 ટકાના વધારા સાથે 65,087.25 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે 50 શેર પર આધારિત નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 4.80 પોઈન્ટ અથવા 0.02 ટકાના નજીવા વધારા સાથે 19,347.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
જયારે બુધવારે શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ 289.51 પોઈન્ટ ઉછળીને 65,365.33 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 82.95 પોઈન્ટના વધારા સાથે 19,425.60 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. Jio Financial નો સ્ટોક જોરદાર ઝડપે પાછો ફર્યો. શેર 4.94% વધીને રૂ. 232.60 પર પહોંચ્યો.
આ પણ વાંચો…ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં 5 સપ્ટેમ્બરે રોજગાર ભરતીમેળો
સેન્સેક્સના મોટાભાગના શેર નફામાં હતા
બુધવારે સેન્સેક્સના મોટાભાગના શેરો નફામાં હતા. ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. અન્ય એશિયન શેરબજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ નજીવા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. વૈશ્વિક તેલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.33 ટકા વધીને $85.77 પ્રતિ બેરલ પર હતું. શેરબજારના આંકડા અનુસાર, મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 61.51 કરોડના શેરની ખરીદી કરી હતી.