Breking news, EL News
ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી સહિત ડિજિટલ સામગ્રીની મહામૂલી ભેટ
અદાણી ફાઉન્ડેશન ઉજ્વળ ભારતના નિર્માણર્થે શિક્ષણક્ષેત્રે અવિરત યોગદાન આપતું રહ્યું છે. તાજેતરમાં સંસ્થા દ્વારા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા અનોખી ભેટ કરવામાં આવી હતી. મણીનગર(રાસ)ની શાળાના લોકલ વિદ્યાર્થીઓને ગ્લોબલ શિક્ષણ પૂરુ પાડવા સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી. થોડા સમયપૂર્વે શાળાના આચાર્ય તરફથી અદાણી ફાઉન્ડેશનને કરવામાં આવેલી રજૂઆતને પગલે આ ભેટ પ્રદાન કરવામાં આવી હતી.
મણીનગર વાસણા (રાસ) પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ ક્લાસરૂમના શિક્ષણથી વંચિત હતા, પરંતુ હવે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અત્યાધુનિક શિક્ષણ મેળવી શકે છે. ગ્રામીણ બાળકોને આ મહામૂલી ભેટ મળતા તેમના હરખનો પાર ન રહ્યો! સ્માર્ટ સ્કૂલ બનવાના સમાચાર માત્રથી બાળકોની દૈનિક હાજરી વધી ગઈ હતી.
અદાણી ફાઉન્ડેશને આચાર્ય સાથે વાતચીત કરી શાળામાં જરૂરી સંસાધનો વિશે વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી. આધુનિક સમયમાં સ્માર્ટક્લાસની જરૂરિયાત અત્યંત આવશ્યક જણાતા તેમને ડિજિટલ સામગ્રી સાથે 2 નંગ સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી.
આચાર્ય અતુલ પ્રજાપતિ જણાવે છે કે “અમે અનેક મોટા-મોટા ઉદ્યોગગૃહોને પ્રા.શાળાને સ્માર્ટ ટીવી પૂરા પાડવા રજૂઆતો કરી હતી, પરંતુ અદાણી જૂથ તરફથી અમને માત્ર 10 દિવસમાં જ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો. શાળાને સ્માર્ટ બનાવવા બદલ અમે અદાણી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ“
એક શાળા ડિજિટલ બનતા વિદ્યાર્થીઓ પર તેનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. હવે વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નો-કોયડાઓ ઉકેલવા માટે ડિજીટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, સ્માર્ટ ક્લાસરૂમનું ભણતર તેમને વધુ રસપ્રદ લાગી રહ્યું છે. વળી ક્લાસરૂમ સ્માર્ટ બનતા ગ્રામીણ વિદ્યાર્થીઓ નિયમિત ધોરણે શાળામાં હાજરી માટે પણ પ્રેરિત થયા છે.
અદાણી ફાઉન્ડેશન વિશે:
આ પણ વાંચો… મહીસાગર જિલ્લામાં શાળાકીય રમતોત્સવ ૨૦૨૩ ની શરુઆત
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.