Ahmedabad, EL News
ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ કેસમાં આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના પડતર કેસોમાં ઝડપી ન્યાય આપવામાં આવશે. નવી વ્યવસ્થાથી હાઈકોર્ટમાં વર્ષોથી પડતર કેસોમાં ઝડપી નિર્ણય થવાની આશા છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સ્થાયી સમિતિના ન્યાયાધીશોએ મંજૂરી આપી હતી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટમાં પડતર કેસોની સુનાવણી ઝડપી બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં પાંચથી દસ વર્ષ કે તેથી વધુ જૂના કેસોમાં 57 દિવસમાં ન્યાય આપવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે 13,998 કેસનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો…કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધી તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય આવશે. એટલું જ નહીં હાઈકોર્ટમાં પણ નવો પ્રયોગ કરવામાં આવશે. રાજ્યના વકીલોને ઈ-મેલ દ્વારા તારીખ મળશે. આ પ્રયોગ અમલમાં આવશે. આ વ્યવસાય 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.
ઝડપી કેસો માટે સિસ્ટમ જનરેટેડ નેક્સ્ટ લિસ્ટિંગ ડેટ ઓનલાઈન પદ્ધતિને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટની સ્થાયી સમિતિના ન્યાયાધીશો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલના જણાવ્યા અનુસાર, જો કેસમાં આગામી તારીખ નોંધાઈ ન હોય તો પણ સિસ્ટમ આપોઆપ કેસની યાદી માટે તારીખ ફાળવશે. એટલું જ નહીં, હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા માટે, 10 વર્ષથી જૂના કેસો, 5-10 વર્ષથી જૂના કેસો અને પાંચ વર્ષથી જૂના કેસો વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા છે.