Gandhinagar, EL News
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સોમવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સોમવારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને વેસ્ટ ઝોન કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાવવાની છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે વેસ્ટ ઝોન કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્ત્વના પ્રોજેક્ટનું સંકલન અંગે ચર્ચા કરાશે.
આ પણ વાંચો…ગુજરાત હવે રમત માં રહેશે અગ્રેસર
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રી હાજર રહેશે
પ્રાપ્ત અહેવાલ મુજબ, ગાંધીનગરમાં મળનારી મહત્ત્વની બેઠકમાં મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમ જ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી હાજર રહી શકે છે. બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામનું સંકલન અને અન્ય મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગેનું સંકલન કેવી રીતે સુવ્યવસ્થિત થઈ શકે તે અંગે ચર્ચા કરાશે. વર્ષમાં એકાદ બે વખત મળતી આ મહત્ત્વની બેઠક આ વખતે ગુજરાતમાં થવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે રાત્રે 8:30 કલાકે અમદાવાદ પહોંચવાના છે. આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થશે અને બપોરે 2 કલાક સુધી ચાલશે.