Breaking News, EL News
૩૬ મી નેશનલ ગેમ્સના સફળ આયોજન બાદ રમત ક્ષેત્રે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના સપના સાકાર કરવા માટે રાજ્ય ના રમત મંત્રી એક્શન માં છે.
હાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત માં ડાયરેક્ટર જનરલ તરીકે આર.એસ.નીનામા ની નિમણૂક કરવામાં આવી છે. ફરજ ઉપર હાજર થતાંજ મીટીંગ અને તમામ રમત સંકુલો ની મુલાકાત શરુ થઈ ગઈ છે. હાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ની વડી કચેરી ગાંધીનગર ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું અને રાજ્ય માં પાયાના સ્તરમાં વધુ વિદ્યાર્થીઓ ખેલાડી બને તે હેતુથી રાજ્યમાં ઈનસ્કૂલ યોજનામા શાળાઓ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,
ઉપરાંત રાજ્ય માં જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ ની પણ સંખ્યા માં વધારો કરવામાં આવશે, રાજ્ય સરકાર દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષા નુ રમત સંકુલ ખૂબજ ટૂંકા ગાળામાં બની જાય તેના માટે પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલમાં રાજ્ય ના ૧૯ જિલ્લાઓમાં જિલ્લા રમત સંકુલ ઊભા થયેલા છે. બાકીના તમામ જિલ્લા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીઓ ના સતત પ્રયત્ન થકી તમામ જિલ્લામા જમીન મેળવવાની કામગીરી લગભગ પૂર્ણ કરવામાં આવી છે.
અને દરેક જિલ્લામાં એક તાલુકા કક્ષાના રમત સંકુલ ઊભા કરવા માટે જમીન મેળવવાની કામગીરી તમામ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આગામી સમયમાં ખેલમહાકુંભ ૨.૦ એક નવા રૂપ સાથે આવવાની તૈયારી માં છે જેના માટે રાજ્ય મંત્રી સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગુજરાત રાજ્ય હવે દેશના રમત ક્ષેત્રે પ્રથમ રાજ્ય હરિયાણા ની વહીવટી માળખું રાજ્ય માં લાવવા જી રહી છે.
જિલ્લા રમત વિકાસ અધિકારી જેઓ રાષ્ટ્રીય ખેલ સંસ્થાન થી જેઓ ઉતીર્ણ થયા છે ફક્ત તેવા જ અધિકારીઓ ને રાજ્ય ના રમત ક્ષેત્ર માં ભરતી કરવામાં આવે તે તરફ નિર્ણય લેવા જઈ રહી છે. જેથી રાજ્ય ના ખેલાડીઓ સાથે યોગ્ય ન્યાય થઈ શકે અને રાજ્ય ના વધુ ને વધુ ખેલાડીઓ પોતાને રાષ્ટ્રીય ખેલ સંસ્થાન માં પ્રવેશ લઈ શકે તેવી ખેલ ક્ષેત્રમાં પોતાની લાયકાત બનાવી રાજ્ય ના રમત ક્ષેત્ર ને વધુ ઉતીર્ણ બનાવી શકે.
આ પણ વાંચો… સુરત: તેલયુક્ત ચંદનની થતી હતી ચોરી, વેપાર રેકેટનો થયો પર્દાફાશ
રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ ને વધુ પ્રોત્સાહન આપવા માટે તેમના ઉચ્ચ અભ્યાસ ની પણ સતત ચિંતા કરવામાં આવી રહી છે. સ્પોર્ટસ એકેડેમી જેવી યોજના અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ના કોચીઝ દ્વારા ગુજરાત ને ૨૮ માં સ્થાનેથી ૧૩ માં સ્થાન સુધી મેડલ ટેલીમા પહોંચાડવા મા નોંધપાત્ર ફાળો રહ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પૂરું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.