16.4 C
Gujarat
December 22, 2024
EL News

એક્સપ્રેસ-વે પર ટ્રકમાં સફેદ પાવડરની આડમાં દારૂની હેરાફેરી

Share
Vadodara, EL News

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી પસાર થતી એક ટ્રકમાંથી સફેદ પાવડરની આડમાં દારૂનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. સ્ટેટ મોનિટરિંગની સેલે બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રકને ઝડપી રૂ. 38.60 લાખની કિંમતનો દારૂ અને કુલ રૂ. 51.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

PANCHI Beauty Studio

સફેદ પાવડરની આડમાં દારૂની હેરાફેરી 

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી એક ટ્રકમાં સફેદ પાવડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વડોદરા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ જણાતી એક ટ્રક પસાર થતા તેને રોકી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા સફેદ પાવડર ભરેલી બેગો વચ્ચે દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયરની કુલ 35,009 બોટલ જેની અંદાજે કિંમત રૂ. 38.60 લાખ જેટલી થાય છે જપ્ત કરી હતી.

આ પણ વાંચો…50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો

બેની ધરપકડ, બે વોન્ટેડ

આ કાર્યવાહીમાં પોલીસે ડ્રાઇવર સહિત બેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમની ઓળખ પ્રવીણ રઘુનાથ પાટીલ અને ઓમકાર હલદનકર તરીકે થઈ હતી. તેમણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના અરૂણ મીથભાવકરે મોકલ્યો હતો અને ગાંધીધામના એક શખ્સને પહોંચતો કરવાનો હતો. આ મામલે પોલીસે અરુણ અને ગાંધીધામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રક, દારૂનો જથ્થો, સફેદ પાવડર અને મોબાઇલ મળી કુલ રૂ. 51.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદનુ રેલવે સ્ટેશન બનશે આધુનિક રેલવે સ્ટેશન

elnews

મુંબઈમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની મહિલા કોન્ફરન્સ માં વડોદરા ના ગરિમા માલવણકર વિશેષ આમંત્રિત વક્તા

elnews

ગાંધીનગર: માણસમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં તોડફોડ

elnews

Leave a Comment

error: Content is protected !!