Rajkot, EL News
ખેડૂતો એ આખા વર્ષની મહેનત કરી પોતાના ખેતરમાં મગફળી વાવી હતી તેનું હવે વળતર ખેડૂતને મળશે. રાજકોટમાં આજથી જ મગફળીની આવક શરૂ થઇ છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરની વાવેલી મગફળી લઈ વેચાણ માટે રાજકોટના માર્કેટિંગ યાર્ડએ આવી પહોંચ્યા છે. હાલ મગફળીની સિઝન આવી ગઈ છે ત્યારે રાજકોટમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળીની આવક શરૂ થવા પામી છે.
આજ સવારથી જ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક આવવા લાગી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજ સવારથી જ મગફળીની મબલખ આવાક થવા પામી છે.માર્કેટિંગ યાર્ડ મગફળીની ધમધમી ઉઠ્યા છે. આખું માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ભરચક ભરાઈ ગયું છે. આ વર્ષે મગફળીના ભાવ પ્રતિ મણ ૧૮૦૧ રૂપિયા બોલાઈ રહ્યા છે.
આ પણ વાંચો…ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે
મગફળીની આવક શરૂ થતાં જ હરાજી પણ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો પણ પોતાની ખેતરની મગફળી લઈ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડએ આવી પહોંચ્યા છે અને પોતાની મહેનતે વાવેલ મગફળીની પૂરતી કિંમત મળે તે માટે વેચાણ કરવા માર્કેટિંગ યાર્ડએ આવી પહોંચી છે. હજુ મગફળીની આવક ચાલુ જ છે. આ સાથે જ કપાસની પણ આવક થવા પામી છે જેના ૧૬૦૧ ભાવ બોલાયા છે.