Health Tip, EL News
રાજકોટમાં હાલ જીએસટીના ધરોડાનો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે થોડા સમય પહેલા સોનાનો વેપાર કરતી પેઢી ઉપર જીએસટી વિભાગે દરોડા પાડી કરોડોની કરચોરી પકડી હતી. ત્યારબાદ હવે રાજકોટમાં કેમિકલનો વેપાર કરતી પેઢી પર જીએસટીની નજર પડી છે.
આજે રાજકોટમાં કેમિકલ નો વેપાર કરતી ઇગલ માર્કેટિંગ નામની પેઢી પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. રાજકોટમાં કેમિકલ બનાવતી ઇગલ માર્કેટિંગ નામની પેઢી કે જે ફૂડ કેમિકલનો ધંધો કરે છે તેને ત્યાંથી ૪૦ કરોડથી વધુના બોગસ બિલ મળી આવતા ખડભડાટ મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ઇગલ માર્કેટિંગ નામની પેઢીમાંથી જીએસટી વિભાગના અધિકારીઓને ચેકિંગ દરમિયાન ૪૮.૭૫ કરોડના બોગસ બિલ મળી આવ્યા છે. આબિલ રાજકોટ અમદાવાદ અને મહારાષ્ટ્રના નામે બનેલા હતા જીએસટી વિભાગના અધિકારીને જાણ થતા કસૂરવાર ની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો…વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું,
જીએસટી વિભાગ દ્વારા અસર ઓપરેશન કરાતા કરોડોના ભોગસ બિલ મળી આવ્યા હતા. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સખત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને કસૂરવારને ૧૪ તારીખ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે