Ahemdabad, EL News
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનો માટે પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરીના બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ટ્રાફિક અને અકસ્માતોની ઘટનામાં કેટલાક સંજોગોમાં રોંગ સાઈડમાં આવતા વાહનો પણ જવાબદાર છે પરંતુ હવે કોર્પોરેશને તેનું સમાધાન શોધી કાઢ્યું છે. ચાણક્યપુરી વિસ્તારમાં ટાયર કિલર બંપ લગાવવામાં આવ્યો છે. રોંગ સાઈડ ગયા તો ટાયર ફાટવાની પુરીપૂરી સંભાવના છે.
ટ્રાફકના નિયમોનું ઉલ્લઘન કરતા લોકો સામે કોર્પોરેશને ટાયર કિલર લગાવવાની શરુઆત કરી દીધી છે. આગામી સમયમાં અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ ટાયર કિલર બંપ લગાવવામાં આવશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરીના બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવ્યા છે.
આ ટાયર કિલર બંપ ગઈકાલે લગાવાયા હતા રાત્રે આ માર્ગ બંધ રખાયો હતો અને દિવસે આ રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. સ્પ્રીંગ દબાવવાના કારણે ટાયરને નુકસાન થશે.
પરંતુ રોંગ સાઈડમાં આવશે તો આ ખીલા જેવું લોખંડ ટાયરને ફાડી નાખશે. મોટી સંખ્યામાં આવતા લોકો માટે રાહત પણ છે કેમ કે, રોંગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા શહેરમાં વધું છે ત્યારે આ કામગિરીને લોકો અત્યારે આવકારી રહ્યા છે.
આ પણ વાંચો…વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત
વરસાદી પાણી ભરાતા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે
રોંગ સાઈડમાં આવતા વાહનો માટે રાત્રિના સમયે તેમજ વરસાદી પાણી ભરાય તો આ કિલર બંપ દેખાશે જ નહીં. જેથી આ સમયે મુશ્કેલી સર્જાઈ શકે છે. કેમ કે, ચોમાસામાં પાણી ભરાતા કેટલાક રસ્તાઓ પર લોકોને ના છૂટકે ચાલવાની ફરજ પડે છે. આ ઉપરાંત કોઈ કામગિરીના કારણે પણ કેટલીકવાર સિંગલ રસ્તાઓ ખુલ્લા રહેતા હોય છે. જેથી લોકો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
અમદાવાદમાં વન વે હોય કે, સર્વિસ રોડ ત્યાં રોંગ સાઈડમાં આવતા વાહનો મોટી મુશ્કેલી સર્જે છે ત્યારે તેના સમાધાન સ્વરુપે એક જગ્યાએ સક્સફૂલ આ કિમીયો બનશે તો અન્ય વિસ્તારોમાં પણ ટાયર કિલર લાગશે.