Breaking News, EL News
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સિંગાપોરમાં ડ્રગ્સની હેરાફેરી માટે દોષિત ઠરેલા એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. સિંગાપોરે ગુરુવારે ડ્રગની હેરાફેરી માટે એક કેદીને ફાંસીની સજા આપી. છેલ્લા બે સપ્તાહમાં સિંગાપોરમાં ફાંસીની સજાનો આ ત્રીજો કેસ છે. સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોએ એક નિવેદનમાં જણાવ્યું કે સિંગાપોરના 39 વર્ષીય મોહમ્મદ શલેહ અબ્દુલ લતીફને કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયા બાદ ચાંગી જેલમાં ફાંસી આપવામાં આવી.
2019માં પણ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 54 ગ્રામ હેરોઈનની દાણચોરી માટે તેને 2019માં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. તેની અપીલ ગયા વર્ષે ફગાવી દેવામાં આવી હતી. દેશમાં સરકારને ડ્રગ સંબંધિત ગુનાઓમાં મૃત્યુદંડની સજા ન કરવા અપીલ કરવામાં આવી, પરંતુ તેમ છતાં લતીફને ફાંસી આપવામાં આવી. સિંગાપોરમાં COVID-19 રોગચાળાને કારણે બે વર્ષના સમયગાળા બાદ માર્ચ 2022 માં ફાંસીની સજા આપવાની ફરી શરૂ કરવામાં આવી. આ વર્ષે ફાંસી આપવાનો આ પાંચમો અને ડ્રગ સંબંધિત ગુનામાં ફાંસી આપવાનો 16મો કેસ છે.
આ પણ વાંચો…ઇંડા કે દૂધ, શેમાં હોય છે સૌથી વધુ પ્રોટીન?
આ પહેલા સિંગાપોરમાં હેરોઈનની દાણચોરીના આરોપમાં શુક્રવારે 45 વર્ષીય મહિલાને મોતની સજા ફટકારવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, લગભગ બે દાયકામાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે દેશમાં પહેલીવાર મહિલા કેદીને ફાંસી આપવામાં આવી.
સિંગાપોરના સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો (CNB) એ ફાંસીની સજાના કલાકો બાદ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 45 વર્ષીય સિંગાપુરની સરિદેવી જમાનીને શુક્રવારે ચાંગી જેલમાં ફાંસી આપી દેવામાં આવી. જમાનીને 31 ગ્રામ હેરોઈન રાખવાની દોષી ઠેરવ્યા બાદ 2018માં ફરજિયાત મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.