Ahemdabad, EL News
શહેરમાં એક જ મહિનામાં પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. પાણી જન્ય રોગચાળાના કારણે ઝાડા, ઉલટી સહીતના કેસો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ડેન્ગ્યુ, મલેરીયા સહીતના મચ્છર જન્ય રોગો પણ વધી રહ્યા છે.
અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે આગામી દિવસો બની શકે છે. આ મામલે કેસો વધુ વધે જો કે, કોર્પોરેશને બીજી તરફ સાઈટ્સ પર જઈને દંડનાત્મ કાર્યવાહી પણ કરી છે અને નોટિસ આપ્યા બાદ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…LITTLE GIANTS INTER-SCHOOL KABADDI AND KHO-KHOTOURNAMENT IS A RESOUNDING SUCCESS
સૌથી વધુ કેસો ઝાડા ઉલટીના નોંધાયા
ઝાડા ઉલટીના 1139 કેસો
ટાઈફોઈડના 451
કમળા 166
કોલેરા 6 કેસ
સાદા મલેરીયાના 181
ચિકનગુનિયાના 9 કેસ
રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી છે. જેમાં કોમર્સિયલ અને રેસિડન્સ એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જાહેર માર્ગો પરના વિસ્તારોમાં સ્કૂલો તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર તપાસ તેજ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે વિવિધ એકમોને 75 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઝૂંબેશ આગામી સમયમાં પણ ચાલું જ રહેશે.