Rajkot, EL News
એટીએસએ અલકાયદાના શકમંદ આતંકીઓને રાજકોટની સોની બજારથી ઉઠાવ્યા હતા. એટીએસની તપાસમાં તેઓ ઓનલાઈન હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જેઓ પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા છે આ સાથે 5 ફોન મળી આવ્યા છે. જેના થકી તેઓ તેમના હેન્ડલરના સંપર્તમાં હતા. મુજમિલ તેમને જેહાદ અને હિજરત કરવા માટે પ્રેરીત કરતો હતો.
એટીએસના ડીવાયએસપીની બાતમી મળી હતી. જેના આધારે નજર રાખી તમામ ગતિવિધીઓ તપાસી તેમની 31 જુલાઈએ ત્રણ લોકોને ઉઠાવ્યા હતા. ત્રણેય બંગાળના છે અને સૌ પ્રથમ રાજકોટમાં સૈફ આવ્યો હતો. આ ત્રણેય આરોપીઓમાં એક કટ્ટરવાદીએ બેને જોડ્યા જેઓ આ પ્રકારની માનસિકતા ધરાવતા હતા.
ઓમ પ્રકાશ જાટ એસપી એટીએસએ પ્રેસ મીડિયા સમક્ષ વિગતો આપતા કહ્યું કે, ટેલિગ્રામ અને કન્વર્સેશન એપ પરથી સાહિત્ય પણ મળ્યું હતું. ટેલિગ્રામથી ઓટોમેટિક હથિયાર ચલાવવાની જાણકારી મેળવી હતી. અમાન મુજમિલના સંપર્કમાં આવ્યો હતો જે જેહાદ અને હિજરત કરવા માટે પ્રેરીત કરતો હતો. સેમિઓટોમેટેક પિસ્તોલ મળી આવી છે. હેન્ડલર ઈન્સ્ટ્રક્શન આપવાનો હતો. તેનો ટાસ્ક શું હતો તે પણ તપાસનો વિષય છે.
અમાને તેના જેવી માનસિકતા ધરાવતા શુકુર અલી અને સૈફ નવાઝને શોધ્યા હતા. એને જોડાવવા માટે દુષપ્રેરીત કર્યા હતા. આ ત્રણેયનું કામ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા તેમના જેવા બીજાને જોડવાની હતી.
આ પણ વાંચો…દિલ્હીમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 56 કેસ
5 મોબાઈલ તેમની પાસેથી મળી આવ્યા છે. જે કન્વર્સેશન એપ જે મેસેજિંગ એપ છે ત્યાંથી કમ્યુનિકેશન કરતા હતા. ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં વેપન ચલાવવા માટે જાણકારી મેળવતા હતો. આ સિવાય તેમની પાસેથી વીડિયો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. મોટીવ શું હતો તેની માહિતી મેળવવા ફોરેન્સિક એનાલિસીસ કરાશે. ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વેપન ક્યાંથી લાવ્યો તેની પણ તપાસ કરાશે.
બાંગ્લાદેશના હેન્ડલર તરફથી તમામ માહિતી મળતી હતી. પ્રાથમિક તપાસ અને પૂછપરછથી ખબર પડી હતી કે, આ ત્રણ સંપર્કમાં હતા જ્યારે અન્ય કોઈ જોડાયેલા છે કે કેમ તેની તપાસ કરાશે. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને તેમના તરફથી જોડતા, તેઓ કોઈને શંકા ન જાય માટે સોની બજારમાં તેઓ સોનું બનાવવાનું કામ કરતા હતા.
સૈફ નવાઝ એક વર્ષથી અહીં હતો. જ્યારે અન્ય બે 7થી 8 મહિનાથી અહીં આવ્યા હતા. નાના નાના ગ્રુપ ઉભા કરીને સરીયત લૉ એસ્ટાબ્લિશ કરવા જેહાદ અને અલકાયદાને આગળ વધારવાની તેમની માનસિકતા છે.