16.4 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં નોંધાયો વધુ એક લેન્ડ ગ્રેબીંગનો કેસ

Share
Rajkot , EL News

રાજકોટ જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો રાજકોટમાં રહેતી વિધવા ને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે પોતાનું મકાન વેચ્યું હતું.

Measurline Architects

આ મકાનમાં ભુપત બોદર ના સંબંધી રહેતા હતા મકાનના દસ્તાવેજ થઈ જાય ત્યારબાદ મકાન ખાલી કરી આપીશું તેમ વિધવા ને કહ્યું હતું મકાનના દસ્તાવેજ થઈ ગયા બાદ પણ મકાન ખાલી ન કરતા વિધવાએ મકાનમાં રહેતા ભાજપના વોર્ડ પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગની નો ફરિયાદ નોંધાવી. રાજકોટ શહેર જિલ્લામાં ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.

લોકોમાં પોલીસનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચોરી, લુંટફાટ, દુષ્કર્મ, દારૂની રમઝટ તો જાણે હવે આમ વાત થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં હવે લેન્ડ ગ્રેબિંગના પણ બનાવ વધતા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા જયાબેન નામના વિધવા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે ભુપતભાઈ બોદર પાસેથી મકાન લીધું હતું. આ મકાનના પૈસા પણ ચૂકવાઇ ગયા છે તેમને જ્યારે મકાનનો સોદો કર્યો હતો ત્યારે ત્યાં ભાજપ વોર્ડ પ્રમુખનો પરિવાર સંબંધન દાવે ત્યાં રહેતો હતો. તેમણે ત્યારે જણાવ્યું હતું કે મકાનો દસ્તાવેજ થઈ જતા ખાલી કરી આપીશું દસ્તાવેજ થઈ ગયા બાદ પણ જયાબેન ત્યાં ગયા હતા ત્યારે તેમણે જણાવ્યું કે બીજું મકાન ભાડે મળી જાય ત્યારે આ મકાન ખાલી કરી આપીશું

આ પણ વાંચો… ઈન્કમટેક્સ ભરતા તમને પણ મળી શકે છે ટેક્સમાંથી બચત,

એક મહિનો નીકળી ગયો છતાં મકાન ખાલી ન કરી આપતા ભુપતભાઈ બોદર અને મહિલા પાછા ગયા હતા ત્યારે આરોપી પરેશભાઈ તેમના પિતા તેમના પત્ની તેમના ભાઈ તથા ભાભી પણ ત્યાં હાજર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મકાન ખાલી નહીં થાય હવે તમે મકાન ભૂલી જાવ આમ ધમકી આપતા વિધવા એ પરીવાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Kutchh: પશુ રોગચાળાને કાબુમાં લેવા, વેટનરી ડોકટરોની ટીમ મેદાને..

elnews

ગુજરાતમાં ચૂંટણી પહેલા આજથી ભાજપના આ કેન્દ્રીય નેતાઓ ઉતર્યા પ્રચારમાં, જાણો કયા નેતાને ક્યાં સોંપાઈ જવાબદારી

elnews

રાજકોટ બન્યું શિવમય: આજથી શ્રાવણ માસની શરૂઆત

elnews

Leave a Comment

error: Content is protected !!