Gujarat, EL News
વરસાદના કારણે નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થતા રાજ્યના 207 ડેમો 48 ટકા જેટલા ભરાઈ ગયા છે. 27 ડેમ હાઈએલર્ટ પર મુકાયા છે જ્યારે 29 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એટલે કે, સરદાર સરોવર ડેમ 58 ટકાથી વધુ ભરાયો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત વરસાદ પડ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી પાણી આવ્યું જેના કારણે ડેમો એક પછી એક ભરાઈ રહ્યા છે. વરસાદના કારણે રાજ્યના એક પછી એક ડેમો ભરાઈ રહ્યા છે હજૂ વધુ ડેમો ભરાશે કેમ કે, ફરી 15 જુલાઈથી વરસાદનો રાઉન્ડ શરુ થશે. ત્યારે તમામ 48 ટકા ડેમોમાં વધુ પાણી ભરાઈ શકે છે.
રાજ્યના ડેમોની આ છે સ્થિતિ
આ પણ વાંચો… લીલા નિશાન પર ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં 338 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19,450ને પાર
- 207 ડેમમાં 48 ટકા કરતા વધુ ભરાયા
- 29 ડેમ સંપૂર્ણ ભરાયા
- સરદાર સરોવર ડેમ 58 ટકાથી વધુ ભરાયો
- ઉત્તર ગુજરાતમાં 15 ડેમ 58 ટકા ભરાયા
- મધ્ય ગુજરાતનો ડેમ 30 ટકાથી વધુ ભરાયા
- દક્ષિણ ગુજરાતના 12 ડેમ 35 ટકાથી વધુ ભરાયા
- કચ્છમાં આવેલા 20 ડેમ 64 ટકા ભરાયા
- સૌરાષ્ટ્રના 141 ડેમમાં 60 ટકા પાણી
- 27 ડેમ ગુજરાતમાં 90 ટકાથી વધુ ભરાઈ જતા હાઈએલર્ટ
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews