Rajkot, EL News
રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરતા વહેલી સવારે 7 વાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટમાં લાંબા સમય બાદ એક સાથે 15થી 20 જેટલા ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે. આ કાર્યવાહી આજે આખો દિવસ ચાલે તેવી શક્યતા છે. જેથી આ મામલે હિસાબો મામલે બેનામી સંપત્તિ મળી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સના ત્યાં દોઢ ડઝનથી વધુ સ્થળો પર 15થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 6થી વધુ જગ્યા પર તવાઈ બોલાવવામાં આવી હતી. રાધિકા જ્વેલર્સના માલિકના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય અને જગ્યાએ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક સાથે અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયું છે.
આ પણ વાંચો… World Population Day 2023: એક એવી બીમારી જેના કારણે થાય છે સૌથી વધુ મૃત્યુ,
રાજકોટમાં બિલ્ડર લોબીના ત્યાં મોટી કાર્યાવાહી કરાતા નામાંકીત જ્વેલર્સ રાધિકા જ્વેલર્સને ત્યાં સવારથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બન્ને ખૂબ મોટા જ્વેલર્સ છે ત્યારે અન્ય ક્ષેત્રે પણ વ્યવસાય ધરાવે છે ત્યારે અલગ અલગ ટીમો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા લોકોના રહેણાંક, મકાનો તેમજ તેમની સાથે જોડાયેલા સીએને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.