Ahemdabad, EL News
અમદાવાદમાં જમાલપુરમાં વરસાદના કારણે ભરાયેલા પાણીમાં અગાઉ થયેલા ભૂવાનું પુરાણકામ ન થતા પાણીથી છલોછલ આ જગ્યા પર એક વ્યક્તિ ભૂવામાં ફસાઈ જતા માંડ માંડ બચ્યો હતો. આ પ્રકારની સ્થિતિના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ક્યારે ખાડામાં આખી કાર આવી જાય છે તો ક્યારેક બાઈક સાથે ચાલક ભૂવામાં ગરકાવ થઈ જાય છે આ પ્રકારની સ્થિતિ શહેરમાં જોવા મળતા લોકોની મુશ્કેલીઓ ચોમાસાની શરુઆતમાં જ વધી રહી છે.
વાહનચાલકો હોય કે રાહદારીઓ અમદાવાદના રસ્તાઓ પર ચોમાસામાં પાણી ભરાતા ચાલવું મુશ્કેલ બની ગયું છે. જમાલપુર વિસ્તારમાં રાહદારી ભૂવામાં ગરકાવ થઈ જતા તેને તરતા આવડતું હોવાથી તેનો જીવ બચી શક્યો પરંતુ જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ કે તેને તરતા ન આવડે તે આ રીતે જો પાણી ભરાયેલા વિસ્તારમાં ભૂવામાં ગરકાવ થઈ જાય તો તેનો જીવ પણ જઈ શકે છે.
જમાલપુરમાં પડી ગયેલ ભૂવાના સમારકામની પ્રક્રીયા ચાલી રહી હતી પરંતુ આ કામગિરી પૂર્ણ સંપૂર્ણ રીતે નથી થઈ જેના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ભૂવાના કારણે મોટો ખાડો પડી જવાથી આ સ્થિતિ નિર્માણ થઈ જતા લોકો માટે વાહન લઈને કે ચાલતા જવું પણ મૂશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો… ગાંધીનગર-આજે વિદેશ મંત્રી એસ જયશંકર ભરશે રાજ્યસભાની ચૂંટણીનું ફોર્મ,
ઉલ્લેખનીય છે કે, આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 45થી વધુ ભૂવાઓ શહેરમાં પડી ચૂક્યા છે જેમાં કેટલાક ભૂવાઓના પુરાણ તેમજ રીપેરીંગ કામો થયા છે તો કેટલાકના અધૂરા છે પરંતુ ચોમાસામાં ભૂવાઓના કારણે લોકોનો જીવ ચોક્કસથી પડીકે બંધાઈ જાય છે.